Top Stories
khissu

હાલ બે લો-પ્રેશર સક્રિય/ આજથી મેઘ મહેર, જાણો ક્યાં-ક્યાં જીલ્લામાં સૌથી વધુ અસર...

નમસ્તે ખેડૂત ભાઈઓ,
19 સપ્ટેમ્બરની અપડેટ મુજબ ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાન પર એક લો-પ્રેશર સિસ્ટમ સક્રિય છે. જે આવનારા 12 કલાક દરમિયાન વધારે નબળી પડી અને સાઇક્લોનિક સરક્યુલેશનમાં પરિવર્તન થઈ જશે. જો કે આવનાર બે થી ત્રણ દિવસ સુધી ત્યાં સ્થિર રહી શકે. અથવા તો થોડી નીચે એટલે ઉત્તર ગુજરાત બાજુ આવશે. અને ગુજરાત નજીક આવતા ધીમે ધીમે વરસાદના વિસ્તારમાં વધારો થશે.

જ્યારે બીજી નાની લો-પ્રેશર સિસ્ટમ અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન બની વેસ્ટ બંગાળની ખાડી અને તેમના આજુબાજુના વિસ્તારોમાં છવાયેલ છે. જે આવનાર બેથી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે. ધીમે ધીમે આગળ વધી ફરી મધ્યપ્રદેશ રાજ્ય પર આવી શકે છે. જોકે તેમની સીધી અસર ગુજરાત નાં થાય પરંતુ આડકતરી રીતે અસર થઈશકે છે.

19-25 સુધીમાં વરસાદ આગાહી?
આવનાર દિવસોમાં બંને સિસ્ટમની અસરથી ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળશે. બંને સીસ્ટમ દ્વારા બહોળો ટ્રફ રચાઈ અને અતિભારે વરસાદ પણ પડી શકે છે. જોકે 19-20-21 તારીખમા વરસાદ પ્રમાણ વધારે રેહશે.

ગુજરાત રિલિજિયન: આગાહીના દિવસો દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતમાં વરસાદની થોડી વધારે શક્યતાઓ છે, કોઈક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ પડી શકે છે.

સૌરાષ્ટ્રમાં આગાહી: આગાહીનાં દિવસોમાં ઉત્તર-પૂર્વ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ થોડી વધારે છે. જો કે દરિયાઇ પટ્ટીના જામનગર, મોરબી, પોરબંદર જેવા વિસ્તારોમાં પણ થોડીક વધારે શક્યતાઓ ગણી શકાય. તે સાથે બીજા જિલ્લામાં છુટો-છવાયો મધ્યમથી હળવો વરસાદ જોવા મળશે.

કચ્છ જિલ્લામાં: આગાહીના દિવસો દરમિયાન કચ્છ જિલ્લામાં અલગ અલગ દિવસે છુટાછવાયા ઝાપટાથી હળવો વરસાદ પડી શકે છે. જોકે ટ્રફને કારણે અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ પણ રહેલી છે.

આ વરસાદનો રાઉન્ડ અતિભારે નહીં હોય, પરંતુ અલગ અલગ દિવસે જુદાજુદા વિસ્તારોમાં સારો વરસાદ પડશે. જોકે સૌથી વધારે અસર ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને તેમને લાગુ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વધારે વરસાદ પડશે. 

આગોતરું અનુમાન: સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમની અસર ગુજરાતમાં હજી પૂર્ણ નહીં થાય ત્યાં ફરીથી બંગાળની ખાડીમાં 25-26 તારીખ આજુબાજુ એક નવું નબળું લો-પ્રેશર સક્રિય બની શકે છે. જેમની વધારે માહિતી અમે Khissu ની Application માં જણાવતાં રહીશું માટે આજે જ Khissu ની Application ડાઉનલોડ કરી લો.

ખાસ નોંધ: કુદરતી પરિબળો ને કારણે આગાહી માં ફેરફાર થઈ શકે છે. ખેતીના કામો માટે હવામાન વિભાગને અનુસરવું.