khissu

મોંઘવારીના માર વચ્ચે સસ્તું ગેસ સિલિન્ડર મેળવો, જાણો કેવી રીતે?

LPG સિલિન્ડર ખરીદનારાઓ માટે કામના સમાચાર છે કેમ કે જો તમારી પાસે આ બેંકોના ક્રેડિટ કાર્ડ છે તો તમને પ્રતિ સિલિન્ડર 80 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે 80 રૂપિયાનો ફાયદો થશે.

ક્રેડિટ કાર્ડ્સ પર LPG સિલિન્ડર બુક કરાવવા પર 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે જો તમે Airtel Thanks એપ દ્વારા ગેસ સિલિન્ડર બુક કરો છો તો તમને 10 ટકા કેશબેક મળી શકે છે.

જો કે, આ કેશબેક મેળવવા માટે, ગ્રાહકોએ એરટેલ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા ગેસ બુકિંગ માટે ચૂકવણી કરવી પડશે.

તમને બધાને જણાવી દઈએ કે આમ કરવાથી તમને LPG ગેસ સિલિન્ડર માત્ર 720 રૂપિયામાં મળશે.

કારણ કે હાલમાં બજારમાં LPG ઘરેલુ સિલિન્ડરની કિંમત 800 રૂપિયા છે. જો તમને 10% કેશબેક મળે છે તો ગેસ સિલિન્ડરની કિંમત માત્ર 720 રૂપિયા થશે.

એરટેલ એપ્લિકેશન દ્વારા બૂકિંગ?

1) એરટેલ થેંક્સ એપ ખોલો.

2) PAY આઇકોન પર ક્લિક કરો.

3) રિચાર્જ અને પે બિલ વિભાગમાં બુક સિલિન્ડર પર ક્લિક કરો.

4) આ પછી સિલેક્ટ ઓપરેટર પર ક્લિક કરો.

5) તમારે સિલેક્ટ આઈડી પસંદ કરવાનું રહેશે. ગ્રાહક નંબર અથવા મોબાઇલ નંબર અથવા અનન્ય ગ્રાહક ID દાખલ કરો.

6) હવે સિસ્ટમ દ્વારા તમારી બુકિંગ રકમની જાણ કરવામાં આવશે.

7) પછી Pay Now પર ક્લિક કરો.

8) 10 ટકા કેશબેક મેળવવા માટે એરટેલ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરો. આ કેશબેક તમારા એરટેલ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ એકાઉન્ટમાં જમા થશે.