Top Stories
khissu

શું તમે પણ મગફળી/કપાસ ની ઓર્ગેનિક ખેતી કરો છો? - ઈયળ નાં ત્રાસ ને દૂર કરવા જાતે જ બનાવો જૈવિક દવા.

નમસ્તે...

આજના સમયમાં ખેડૂતો હવે ધીરે ધીરે પાછા ઓર્ગેનિક ખેતી તરફ કદમ વધારી રહ્યાં છે ત્યારે તેની સામે ખેડૂતોને જે તૈયાર રાસાયણિક દવાઓ મળતી હતી તેનો વપરાશ દૂર કર્યો એટલે હવે ખેડૂતોને થોડી મુશ્કેલી પડે છે અને જાતે જ તેનો નિકાલ કરવો પડે છે.
ભલે મહેનત વધે પણ ખરેખર રાસાયણિક ખેતી કરતા ઓર્ગેનિક ખેતી ઘણી ફાયદાકારક છે જેની સમય જતાં અસર જોવા મળે છે.

આજે આપણે મગફળીની ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂત મિત્રો માટે ઈયળનો નાશ કરવા માટેની જૈવિક દવા બનાવવા વિશેની માહિતી મેળવીશું.
૧) દવા બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે ?

  • એક ખાલી ડબ્બો જેમાં ૧૪ થી ૧૫ લીટર જેટલું પાણી ભરી શકાય.
  • ચાર પ્રકારની વનસ્પતિ જે સરળતાથી મળી જશે
  1. ૧ કિલો લીમડાના પાન
  2. ૧ કિલો ધતુરાં ના પાન
  3. ૧ કિલો આંકડા ના પાન
  4. ૧ કિલો સીતાફળ ના પાન

૨) દવા બનાવવાની રીત :

  • ડબ્બામાં ૧૪ થી ૧૫ લીટર પાણી ભરવું ત્યારબાદ તેમાં [લીમડાના પાન (૧ કિલો), સીતાફળ ના પાન (૧ કિલો), ધતુરાં ના પાન (૧ કિલો), આકડાના પાન (૧ કિલો)] લઈ તેને વાટીને અથવા આખા રાખીને પાણીમાં ભેળવી દેવાં. (પાન ને વાંટીને નાંખશો તેટલું સારું રહેશે)
  • હવે ડબ્બાને ચૂલા પર રાખીને પાણી સાવ અડધું થઈ જાય (એટલે કે ૭ થી ૮ લિટર થઇ જાય) ત્યાં સુધી ગરમ કરવું.
  • ત્યારબાદ જ્યારે મિશ્રણ ઠંડું પડે એટલે તેમાં દેશી ગાય અથવા ભેંસનું ૫ લિટર મૂત્ર ભેળવી દેવું.

૩) દવાનો છંટકાવ કરવા કેટલાં પ્રમાણમાં આ દવાને પંપમાં ભેળવવી ?

  • પહેલાં તો પમ્પને પાણીથી ભરી દેવો ત્યારબાદ તેમાં છોડ મુજબ દવા નાંખવી. (એટલે કે ૩૦ થી ૪૦ દિવસનો છોડ હોય તો ૫૦૦ ગ્રામ દવા નાંખવી. જેમ જેમ છોડ મોટો થાય એમ થોડું પ્રમાણ વધારતું જવું.)
  • મિત્રો પંપમાં ૫૦૦ ગ્રામ ખાટી છાશ ઉમેરવી હોય તો ઉમેરી શકાય જેથી ચુસિયાં ઓછાં આવે.
  • બસ તો હવે રાહ શું જુઓ છો મિત્રો કરી દો છંટકાવ તમારા મગફળીના છોડમાં. (કપાસના છોડમાં પણ આ દવા વાપરી શકાય.)
  • મિત્રો આ દવાને તમે ૮ મહિના સુધી વાપરી શકો છો.

આ માહિતી ને વધારે ખેડૂત મિત્રો સાથે શેર કરો અને તમારા પ્રતિભાવ નીચે જણાવતા જજો - આભાર