Top Stories
khissu

ખેડૂતો માટે ખુશખબરી/ મગફળીના ટેકાના ભાવ માટેનું રજીસ્ટ્રેશન ક્યારે શરૂ થશે, જાણો કેટલો ભાવ? રજીસ્ટ્રેશન માટે ક્યાં દસ્તાવેજો? અરજી ક્યાં કરી શકશો?

દર વખતની જેમ આ વર્ષે પણ સરકાર મગફળી ની ટેકાના ભાવે ખરીદી કરશે. સરકારના નાગરિક પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી 7-10-2021 થી ઓનલાઈન શરૂ થવાની છે. નવી મગફળીની આવક હાલ માર્કેટિંગ યાર્ડમાં શરૂ થઈ ગઈ છે. મગફળી ટેકાના ભાવ આ વર્ષ માટે 5550 ક્વિંટલ એટલે કે 20 કિલો મગફળીનો ભાવ 1110 રૂપિયા પ્રતિ મણ નક્કી કરવામાં આવ્યો છે.

ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
(૧) આધાર કાર્ડની ઝેરોક્ષ
(૨) બેન્ક પાસબુકની ઝેરોક્ષ
(૩) વાવેતર નો દાખલો (તલાટી કમ મંત્રી)
(૪) મોબાઈલ નંબર (ઓટીપી માટે)
(૫) ૭/૧૨ અને ૮-અ

અરજી ક્યાં કરી શકશો ?: ગ્રામ પંચાયત કચેરી એ જઈ તમે અરજી કરી શકો છે. અથવા તો માર્કેટિંગ યાર્ડમાં જઈ અરજી કરી શકો છો.

હાલ શું સ્થિતિ છે માર્કેટ યાર્ડમાં: નવી મગફળીની આવકો હવે વધી રહી છે. સૌરાષ્ટ્રમાં હજી અનેક વિસ્તારમાં વરસાદ ચાલુ છે, જેને પગલે નવી આવકો મોડી આવી રહી છે. જો વરસાદ ચાર-પાંચ દિવસ સંપૂર્ણપણે રહી જશે તો આગામી સપ્તાહથી મોટી માત્રામાં નવી આવકો વધી શકે છે. ગઇકાલે પણ આવકો સારી એવી વધી હતી. ગોંડલ, રાજકોટ અને હળવદ યાર્ડમાં નવી મગફળીની એક હજાર ગુણીથી પણ વધુની આવક થઈ હતી.

કેવા બોલાઈ રહ્યા છે ભાવો: ગઇકાલે રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીનો સૌથી ઊંચો ભાવ બોલાયો હતો. રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે મગફળીનો ભવ 1340 રૂપિયા પ્રતિ મણ બોલાયો હતો. આ સિવાય અમરેલી, જેતપુર, ભાવનગર, માણાવદર વગેરે માર્કટ યાર્ડમાં 1300+ ભાવ પ્રતી મણનાં બોલાયા હતા.