khissu

મઘા નક્ષત્ર શરૂ થયું, જાણો મઘા નક્ષત્રના પાણીના ફાયદા, લોકવાયકા અને વરસાદની આગાહી

સૂર્યનારાયણનો મઘા નક્ષત્રમાં પ્રવેશ શુક્રવારના રોજ તારીખ 16/8/2024નાં દિવસે થશે. સૂર્યનારાયણ સાંજના 7 વાગીને 55 મિનિટે મઘા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રનો વાહન શિયાળનું છે. વાહન શિયાળો હોવાથી વરસાદ માધ્યમ ગણી શકાય.

ભડલી વાક્યો મુજબ મઘા નક્ષત્ર
મિત્રો હડલી વાક્યો મુજબ જોઈએ તો, મઘા નક્ષત્ર વરસાદ થઈ જાય તો ચોમાસું નબળું રહી શકે છે. એટલે કે, મઘા નક્ષત્રોનાં પછીના નક્ષત્રોમાં વરસાદ થવાની સંભાવના સાવ ઓછી રહેતી હોય છે. એ જ પ્રમાણે તે વર્ષે અનાજ, પાણી, દૂધ તેમજ ઘાસચારાની અછત ઉભી થતી હોય છે. કેમકે આવી વાત ભડલી વાક્યોમાં જોવા મળી રહે છે.

વરસાદના યોગ
વિક્રમ સંવત 2080નાં વર્ષમાં જોવા મળતા મઘા નક્ષત્ર દરમિયાન યોગોનું વિશ્લેષણ કરીએ તો, આ વર્ષે મઘા નક્ષત્રમાં વરસાદનું યોગ મધ્યમ જોવા મળી રહ્યું છે. ટૂંકમાં આ નક્ષત્ર દરમિયાન મધ્યમ વરસાદ ગણી શક્ય. કોઈક કોઈક વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના રહે. કોઈક કોઈક વિસ્તારોમાં મઘા નક્ષત્રમાં વરસાદની સંભાવના ઓછી જોવા મળી શકે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

મઘા નક્ષત્રમા વરસતા વરસાદનાં  પાણીનો ઉપયોગ-ફાયદા?
મઘા વરસાદના નક્ષત્રનું પાણી આખા વર્ષ દરમિયાન બગડતું નથી. મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન કહેવામાં આવે છે.
1) આંખોના કોઈપણ રોગ માટે આ પાણીનો ઉપયોગ કરી શકો છો. મઘા પાણીનાં બે ટીપા આંખમાં પાડી શકો છો.

2) મઘાનું પાણી આખું વર્ષ દરમિયાન સારું રહેતું હોવાથી પેટના કોઈપણ દર્દ માટે આ પાણી પીવું ઉત્તમ ગણી શકાય છે.

3) જો આપ કોઈપણ આયુર્વેદિક દવા લેતા હોવ તો આ પાણી સાથે તે દવા લેવાથી ફાયદાઓ વધી જાય છે.

4) તમારા ઘરમાં થતી રસોઈમાં પણ આ પાણી વાપરવામાં આવે તો રસોઈ ઉત્તમ ગણાય છે.

5) આધ્યાત્મિક બાબતે પણ આ પાણીને ઉત્તમ ગણવામાં આવે છે. મહાદેવ પર મઘાનાં પાણીનો અભિષેક ઉત્તમ ગણાય છે.

6) આપના ઘરમાં નવાં થતાં કોઈ કાર્યના સ્થાપનમાં દેવી-દેવતા ઉપર આ પાણીનો અભિષેક કરવામાં આવે તો ફાયદા સ્વરૂપ ગણવામાં આવે છે.

7) મઘાનું પાણી આખું વર્ષ દરમિયાન સારું રહેતું હોવાથી ગંગાજળની માફક તેનો ઉપયોગ કરી શકાય છે.

8) શ્રી સુક્તમની 16 રુચા દ્વારા આ પાણીનો અભિષેક શ્રીયંત્ર પર કરવામાં આવે તો ધનલક્ષ્મી આકર્ષાય છે.

9) આશ્લેષા નક્ષત્રનું પાણી ખેડૂતોના પાક માટે નુકસાનકારક હોય છે પરંતુ મઘા નક્ષત્રનું પાણી સોના સમાન અમૃત ગણવામાં આવે છે.

10) મઘા નક્ષત્રનું પાણી જો નાના બાળકને પીવડાવવામાં આવે તો એમના પેટમાં રહેલા કીડા પણ મરી જાય છે.