khissu

આજથી મઘા નક્ષત્ર શરૂ: મઘા નક્ષત્રમાં પડતાં વરસાદનું પાણી સાચવી લેજો, સોનાનાં તોલે ગણાય છે મઘા નું પાણી

 વર્ષા તુમાં સૂર્યનું મઘા નક્ષત્રનું ભ્રમણ ખુબજ મહત્વ નું છે. મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે ' મઘા કે બરસે, માતુ કે પરસે' એટલે કે માં જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય એમ મઘા નક્ષત્રના વરસાદ થી ધરતી માતાની પાણીની તરસ બુઝી જાય છે જેનાથી પાક પણ ખુબજ સારો થાય છે. જન્મભૂમી પંચાંગ અનુસાર આ વર્ષે મઘા નક્ષત્ર માં સૂર્ય નું ભ્રમણ 17 ઓગસ્ટે સવારે 7:30 થી 30 ઓગસ્ટે રાત્રી ના 3:19 સુધી મઘા નક્ષત્ર માં રેહશે. વરસાદનું મઘા નક્ષત્ર નું પાણી ગંગાજળ સમાન છે, જેનો ઉપયોગ રોજીંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ ઉપયોગ થાય છે. કહેવાય છે કે મઘા ના મોઘા વરસાદ, માટે જો મઘા નક્ષત્ર માં વરસાદ પડે તો તે સોના ના તોલે ગણવામાં આવે છે.

એક પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને મઘાના વરસાદનું જ પાણી પીવે છે. બીજું કે નાના મોટા ઘણા લેખ જોવા મળે છે અને તેમાં ચંદ્રના  નક્ષત્ર ને આાધીન એક દિવસ નું મઘા નું પાણી સંગ્રહ કરવાનું જણાવવામાં આવે છે, પરંતુ હકીકતે ચંદ્ર નક્ષત્ર નહિ પણ સૂર્ય જયારે મઘા નક્ષત્ર માં ભ્રમણ કરે ત્યારે જે વરસાદ વરસે તે પાણી નું મહત્વ છે.

આ પાણી નો ઉપયોગ શું શું કરી શકાય ?
આંખોના કોઈપણ રોગમાં આખો માં બે બે ટીપા નાખી શકાય. પેટના કોઈ પણ દર્દ માં આ મઘાનું પાણી પીવું ઉત્તમ છે. જો આપ કોઈ આયુર્વેદિક દવા લેતા હોવ તો તે આ મઘાના પાણી સાથે લેવાથી તેનો લાભ અતિ વાધી જવા પામે છે. આ પાણી થી આપના ગૃહ ની રસોઈને રાંધવું પણ ઉત્તમ છે.

મઘા નક્ષત્રમાં પડતાં વરસાદના ફાયદા
૧)આધ્યાત્મિક બાબતે પણ આ પાણીને ઉત્તમ ગણવામાં આવે છે. મહાદેવ પર મઘાનાં પાણીનો અભિષેક ઉત્તમ ગણાય છે.
૨) આપના ઘરમાં નવાં થતાં કોઈ કાર્યના સ્થાપનમાં દેવી-દેવતા ઉપર આ પાણીનો અભિષેક કરવામાં આવે તો ફાયદા સ્વરૂપ ગણવામાં આવે છે. 
૩) મઘાનું પાણી આખું વર્ષ દરમિયાન સારું રહેતું હોવાથી ગંગાજળની માફક તેનો ઉપયોગ કરી શકાય છે.
૪) શ્રી સુક્તમની 16 રુચા દ્વારા આ પાણીનો અભિષેક શ્રીયંત્ર પર કરવામાં આવે તો ધનલક્ષ્મી આકર્ષાય છે.
૫) આશ્લેષા નક્ષત્રનું પાણી ખેડૂતોના પાક માટે નુકસાનકારક હોય છે પરંતુ મઘા નક્ષત્રનું પાણી સોના સમાન અમૃત ગણવામાં આવે છે.
૬) મઘા નક્ષત્રનું પાણી જો નાના બાળકને પીવડાવવામાં આવે તો એમના પેટમાં રહેલા કીડા પણ મરી જાય છે