Top Stories
khissu

આ શેરે 1 લાખના બનાવી દીધા 30 લાખ, રોકાણકારોની થઈ ગઈ ચાંદી જ ચાંદી

શેરબજાર જે એક મોટું ઇન્વેસ્ટમેન્ટ માર્કેટ છે તે ક્યારેક તમારી ઇન્વેસ્ટમેન્ટને ડબલ કરીને તમને આભથી પણ ઊંચા કરી દે છે. જી હાં મિત્રો, શેરબજારમાં એવા ઘણા Shares છે જે તમારી રોકાણપ્રવૃત્તિને સાર્થક બનાવે છે. આજે એવા જ એક મલ્ટિબેગર સ્ટોક વિશે વાત કરીએ. જે છે ક્વાલિટી ફાર્માસ્યુટિકલ્સનો સ્ટોક.

ભારતીય ટોચના રોકાણકાર અને શેરબજારના વેપારી આશિષ કચોલિયાના પોર્ટફોલિયોમાં સામેલ આ સ્ટોક 26 ડિસેમ્બર 2019ના રોજ BSE પર રૂ. 25.55 પર જોવા મળ્યો હતો જ્યારે 14 જાન્યુઆરી 2022ના રોજ આ સ્ટોક BSE પર રૂ. 768.95 પર બંધ થયો હતો. લગભગ 2 વર્ષના ગાળામાં આ સ્ટોકમાં 2900% નો વધારો જોવા મળ્યો છે.

ક્વાલિટી ફાર્માસ્યુટિકલ્સ શેરના ભાવ છેલ્લા 1 મહિનામાં રૂ. 820 થી ઘટીને રૂ. 768.95 ના સ્તર પર આવી ગયો છે. આ દરમિયાન શેરમાં 6% નો ઘટાડો જોવા મળ્યો હતો. તે જ સમયે, છેલ્લા 6 મહિનામાં, આ મલ્ટિબેગર સ્ટોક રૂ. 183 થી વધીને રૂ. 768.95 ના સ્તરે પહોંચી ગયો છે. આ મલ્ટીબેગર સ્ટોકે આ સમયગાળા દરમિયાન 320% વળતર આપ્યું છે.

એ જ રીતે, આશિષ કચોલિયાના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ આ મલ્ટિબેગર સ્ટોક છેલ્લા એક વર્ષમાં રૂ. 61 થી રૂ. 768.95ની સપાટીએ પહોંચ્યો છે અને આ સમય દરમિયાન આ શેરે તેના શેરધારકોને 1160% વળતર આપ્યું છે. 26 ડિસેમ્બર 2019ના રોજ આ ફાર્મા સ્ટોક BSE પર રૂ. 25.55ના સ્તરે બંધ થયો હતો જ્યારે 14 જાન્યુઆરી 2022ના રોજ આ સ્ટોક રૂ. 768.95ના સ્તરે બંધ થયો હતો. આ સમય દરમિયાન, આ સ્ટોક છેલ્લા બે વર્ષમાં 30 ગણો વધારો દર્શાવે છે.

જો આ સ્ટૉકની મૂવમેન્ટ પર નજર કરીએ તો, જો કોઈએ 1 મહિના પહેલાં ક્વાલિટી ફાર્માસ્યુટિકલ્સમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો આજે તેના 1 લાખ રૂપિયા ઘટીને 94,000 રૂપિયા થઈ ગયા હોત. બીજી તરફ, જો કોઈએ 6 મહિના પહેલા આ સ્ટૉકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેને 4.20 લાખ રૂપિયા મળ્યા હોત. તેવી જ રીતે, જો કોઈ વ્યક્તિએ 1 વર્ષ પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય, તો આજે તેને 12.60 લાખ રૂપિયા મળશે. જો કોઈએ 2 વર્ષ પહેલા આ જ રીતે આ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેને 30 લાખ રૂપિયા મળ્યા હોત.