Top Stories
khissu

બેંકનું કઈ કામ હોય તો અત્યારે જ કરી લો, આવતા અઠવાડિયે 4 દિવસ રજા રહેશે, જોઈ લો યાદી

Bank Holidays: જો તમે પણ અવારનવાર બેંક સંબંધિત કામ માટે શાખામાં જાવ છો, તો તમારી પાસે બેંકની રજાઓ સંબંધિત માહિતી હોવી જ જોઈએ. આ અઠવાડિયે કેટલાક શહેરોમાં બેંકો સતત બે દિવસ બંધ રહેશે. 

વાસ્તવમાં દેશમાં લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કા માટે 20 મેના રોજ મતદાન થવાનું છે. જે શહેરોમાં મતદાન થશે ત્યાંની બેંકોને રજા રહેશે. તે રવિવાર 19 મી મે અને સોમવાર 20 મી મે છે. આ રીતે બેંકો સતત બે દિવસ બંધ રહેશે. 20મી મેની રજા માત્ર એવા શહેરોમાં જ રહેશે જ્યાં મતદાન થવાનું છે.

20મી મેના રોજ વિવિધ શહેરોમાં બેંકો બંધ રહેશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા પહેલાથી જ કહેવામાં આવ્યું હતું કે ચૂંટણી દરમિયાન જે શહેરોમાં મતદાન થશે ત્યાં તે દિવસે બેંક રજા રહેશે. લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા હેઠળ 20 મે (સોમવાર)ના રોજ વિવિધ શહેરોમાં બેંકો બંધ રહેશે. 20મીએ છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન થશે. 20 મેની ચૂંટણીમાં લગભગ 695 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

23મી મેના રોજ બુદ્ધ પૂર્ણિમાની રજા રહેશે

ઓડિશા, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, લદ્દાખ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, બિહાર અને જમ્મુ-કાશ્મીરમાં 20 મેના રોજ મતદાન થવાનું છે. આ દિવસે દેશના બાકીના ભાગોમાં બેંકો ખુલ્લી રહેશે. RBI અનુસાર 20 મેના રોજ બેલાપુર અને મુંબઈના નાણાકીય કેન્દ્રોમાં બેંકો બંધ રહેશે.

 મે 2024ની બાકીની રજાઓમાં બુદ્ધ પૂર્ણિમા (23 મે)ની રજા રહેશે. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે 25 મેના રોજ મતદાન છે. આ દિવસે ચોથો શનિવાર છે અને 26મી મે રવિવાર છે. આ રીતે આ અઠવાડિયે 20મી મે, 23મી મે, 25મી મે અને 26મી મેના રોજ બેંક રજા રહેશે અને બેંકો માત્ર ચાર દિવસ જ ખુલ્લી રહેશે.

દેશભરના વિવિધ રાજ્યો અને શહેરોમાં બેંકની રજાઓ પણ અલગ અલગ હોય છે. જો તમે આ અઠવાડિયે કોઈ કામ માટે બેંકની શાખામાં જવાના છો, તો વધુ સારું રહેશે કે તમે પહેલા તે તારીખો તપાસો કે જે દિવસે બેંકો બંધ રહેશે. જો કે, આ સમય દરમિયાન તમે ડિજિટલ બેંકિંગ, મોબાઈલ, એટીએમ અને ઈન્ટરનેટ દ્વારા તમારું બેંક સંબંધિત કામ કરી શકો છો.