khissu

રાજયના અનેક વિસ્તારોમાં આજે મેઘતાંડવ, આજથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર મોટી ઘાત

છેલ્લાં 24 કલાકમાં ગુજરાતના 107 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાંસૌથી વધુ સાબરકાંઠાના પોશીનામાં પોણા બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો, તો  દાંતીવાડામાં 1.5 ઈંચથી વધુ વરસાદ આવ્યો. ત્યારે આજથી ચાર દિવસ હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તો દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. મઘ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્કયુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ છે. આંકડા અનુસાર, 1 જૂન થી 27 જૂન સુધીમાં ગુજરાતમાં 52% વરસાદ નોંધાયો. જે 1 થી 27 જૂનમાં વરસાદ થવો જોઈએ તેના કરતાં 48 ટકા ઓછો વરસાદ છે. આટલા સમયમાં ગુજરાત 90 મિલીમીટર જેટલો વરસાદ થવો જોઈતો હતો.

આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી 
આજે પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવ ભારે વરસાદની આગાહી છે. તો આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છ માટે પણ આગાહી છે.

30 જૂને ભારે વરસાદની આગાહી ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે છે. 
1 જુલાઈએ ભારે વરસાદની આગાહી ગાંધીનગર અરવલ્લી ખેડા, અમદાવાદ મહીસાગર નર્મદા ભરૂચ માટે છે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં 25 જૂનથી ચોમાસાની ગતિ આગળ વધશે. શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે. આવતીકાલથી પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે. આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ એ ચોમાસા આગમનનું સૂચન છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે. રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે.

11 જુલાઈએ ઈસાની વીજળી થાય અને વીજળી સર્પ આકારે સફેદ રંગની થાય તો સવા ત્રણ દિવસે વરસાદ રહેવાની શક્યતા 
15-16 જુલાઈએ રાજ્યમાં પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતા 
17-18 જુલાઈએ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા 
19-22 જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા