khissu

વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, વાવાઝોડાં સાથે વરસાદ?

હવામાન વિભાગ દ્વારા 19 તારીખથી લઈને 22 તારીખ સુધીમાં છૂટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા વરસવાની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને 19 તારીખે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.

19 તારીખે અરવલ્લી, સાબરકાંઠા અને મહીસાગરમાં કોઈક સ્થળે ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યનાં અન્ય સ્થળોએ છૂટા છવાયા વિસ્તારોમાં હળવું ઝાપટું પણ પડી શકે છે.

જ્યારે 20 અને 21 જુલાઈએ રાજ્યમાં છૂટો છવાયો હળવો વરસાદ પડી શકે છે. જ્યારે 22 તારીખે રાજ્યમાં હજુ પણ વરાપ રહેશે. 22 તારીખ બાદ રાજ્યમા વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.