khissu

રાજ્યમાં વરસાદને લઇને હવામાન ખાતાએ કરી આગાહી, જાણો કયા જિલ્લામાં વરસાદ?

આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં એક સિસ્ટમ કચ્છ તરફ, બીજી સિસ્ટમ ઉ. ભારત પાકિસ્તાન તરફ અને ત્રીજી સિસ્ટમ દક્ષિણ ભારત તરફ બની છે જેના કારણે વરસાદી માહોલ સર્જાયો છે.

 આ પણ વાંચો: 1 સપ્ટેમ્બર થી બદલાઈ ગયા આટલા નિયમો, તમારા ખીસ્સાનો ભાર વધશે

જો કે 15 સપ્ટેમ્બર સુધીમાં વરસાદી સીઝન પૂરી થઈ જવાની શક્યતા છે. પરંતુ આ સિસ્ટમ છેલ્લો રાઉન્ડ ગણી શકાય નહિ.હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી 48 કલાક કેટલાક વિસ્તારોમા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, અરવલ્લી, ખેદઝ છોટાઉદેપૂરમાં ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો: પચાસની નોટ: એક મોટીવેશનલ સ્ટોરી

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નર્મ, તાપી, ડાંગમાં પણ આવતી કાલે સારો એવો વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ 10 વાગ્યા બાદ વરસાદી માહોલ વાતાવરણમાં પલટો આવતા જોવા મળ્યો છે. આ વખતે ગુજરાતમાં સારો એવો વરસાદ સિઝનનો પડ્યો છે. તેમાં પણ ખાસ કરીને મોટાભાગના રીજનમાં 100 ટકા જેટલો વરસાદ પડ્યો છે.