khissu

ધોધમાર વરસાદ બાદ ગુજરાત માટે હવામાન વિભાગે કરી નવી આગાહી, જાણો ઠંડી-ગરમી કે મેઘો ત્રાટકશે??

પહેલી અને બીજી માર્ચે આગાહી પ્રમાણે ગુજરાતમાં ઘણી જગ્યાએ વરસાદ ખાબક્યોવ હતો. ત્યારે હવે હવામાન વિભાગની નવી આગાહીમાં રાહતના સમાચાર સામે આવ્યા છે. નવી આગાહી મુજબ આજથી કમોસમી વરસાદની સંભાવના નહિવત્ એટલે કે ના બરાબર જ છે. એટલે કે કાલથી હવે ગુજરાતમાં ક્યાંય કમોસમી વરસાદ નહીં પડે.

આગાહીમાં એમ પણ કહેવાયું છે કે આજથી લઘુત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો ઘટાડો પણ નોંધાશે. જ્યાં આગામી 24 કલાક સુધી ઠંડીનો ચમકારો રહેશે. 5 માર્ચથી રાજ્યમાં ગરમી ફરી શરૂ થશે. મોટો ફાયદો એ પણ જણાવવામાં આવી રહ્યો છે કે રાજ્યમાં શનિવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પડેલા વરસાદ બાદ આખરે રવિવારે વરસાદી સિસ્ટમ વેખેરાઇ છે અને જેથી હવે વરસાદને લઈ કોઈ ચિંતા કરવા જેવી વાત નથી.

દરરોજના કામના સમાચાર જાણવા અમારા 
whatsapp ગ્રુપ માં જોડાવા અહીં ક્લિક કરો

આજની પણ જો વાત કરવામાં આવે તો વહેલી સવારે ઠંડા પવનોને કારણે લોકોને સ્વેટર અને જેકેટનો ઉપયોગ કરવાની ફરજ પડી છે. જોકે આગામી 24 કલાક બાદ ઠંડીમાં ઘટાડો થશે. કચ્છ સૌરાષ્ટ્રથી લઇ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં શનિવારે વરસાદ જોવા મળ્યો હતો અને જેના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન થયું હતું.