khissu

હવામાન વિભાગની મોટી આગાહી: વાવણી લાયક વરસાદ કંઈ તારીખે?

મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નૈઋત્યનું ચોમાસું આજે ગુજરાતના કાંઠા વિસ્તારના અને મોટાભાગના વિસ્તારોમાં પહોંચી ગયું છે. ગુજરાતમાં ચોમાસાના પ્રવેશ સંદર્ભે હવામાન વિભાગે સીએમને બ્રિફિંગ કર્યું છે. હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમાં મોહનતીએ સીએમ ઓફીસ ખાતે હવામાનને લઇને બ્રિફિંગ કર્યું છે .

હવામાન મોડેલ પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે .તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી,ભાવનગર, ગીર સોમનાથ જ્યારે મધ્ય ગુજરાતમાં આણંદ , ખેડા , તેમજ ભરૂચ , સુરત અને વલસાડના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી બે દિવસમાં આખા રાજ્યમાં ચોમાસું બેસી શકે છે. આ સાથે જ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડશે. આ દરમિયાન થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળશે. આ સાથે જ લોકોને ગરમીથી રાહત મળશે. 17મી તારીખથી ફરીથી વરસાદનું જોર વધશે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણની આગાહી કરવામાં આવી છે.

15 જૂને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. સાથે અમદાવાદ ,પાટણ ,બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ડાંગ, નવસારી,વલસાડમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વરસાદ પડવાની આગાહી છે.