khissu

રાજ્યના આ વિસ્તારોમાં મીની વાવાઝોડું ત્રાટકશે, ક્યાં વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા

નવા મીની વાવાઝોડાની સાયક્લોનિક સીસ્ટમ મુંબઈના દરિયાકાંઠે સક્રિય થઈ છે. એટલે કે નવું લો પ્રેશર બની રહ્યું છે. જે આગામી દિવસોમાં ગુજરાતમાં લાવશે. હવામાન મોડેલ પ્રમાણે લો પ્રેશર એરિયા આજ સાંજ સુધીમાં ગુજરાતના દરિયકાંઠાના વિસ્તારોમાં આવી જશે. જેના લીધે આજની રાત્રે અને આવતી કાલે સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ત્રાટકી શકે છે.

સૌરાષ્ટ્રનાં વિસ્તારો જેમ કે ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં આ સિસ્ટમની અસર વધુ રહેશે. રાજ્યના બીજા વિસ્તારોમાં આ સિસ્ટમની ખાસ કોઈ અસર જોવા મળશે નહિ.

પરંતુ આ મીની સાયક્લોનિક સીસ્ટમનાં કારણે ચોમાસુ ગુજરાતમાં આગળ વધશે. જ્યારે આ સિસ્ટમ ગૂજરાત તરફ વરસાદ ખેચી લાવે તેવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યના બીજા વિસ્તારોમાં પણ 30 તારીખ સુધીમાં વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.