Top Stories
khissu

આજથી મિની વરસાદ રાઉંડ ચાલુ: જાણો ક્યાં જિલ્લાને વધુ વરસાદ?

નમસ્કાર મિત્રો,
23 જુલાઇ 2021, 9:0 કલાક/મિનિટે હવામાન અપડેટ મુજબ બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થઈ ચૂક્યું છે. જ્યારે બીજી બાજુ અરબ સાગરમાં દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી શોર ઓફ ટ્રફ સર્જાયેલ છે. પવનની ઝડપ 20-25 km/h ની ચાલી રહી છે. ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છે. 

ગુજરાતમાં આજે ક્યાં કેટલી અસર?
બંગાળની ખાડીમાં સર્જાયેલ લો-પ્રેશર સિસ્ટમ ધીમે-ધીમે આગળ વધશે અને રાજસ્થાન-ઉત્તર મધ્યપ્રદેશ સુધી આવશે. ત્યારે ઉત્તર ગુજરાતથી લઈને કચ્છ સુધી મોટું સર્ક્યુલેશન બનશે. આ સર્ક્યુલેશનને અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો મળતા વરસાદી વાતાવરણ તૈયાર થશે. સરક્યુલેશનની સૌથી વધારે અસર રાજસ્થાન-મધ્યપ્રદેશ લાગુ ગુજરાત બોર્ડરના વિસ્તારો એટલે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં થોડીક વધારે જોવા મળશે.

23 તારીખે રાત્રે અથવા 24 તારીખ સવાર સુધીમાં પૂર્વ ગુજરાતથી (સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, બનાસકાંઠા) વરસાદની શરૂઆત થશે. ત્યાર પછી 3 થી 4 દિવસ વરસાદ રાઉંડ જોવા મળશે તેવી શક્યતા છે. રાજસ્થાન-મધ્યપ્રદેશ બોર્ડર લાગુ ના જિલ્લાઓ એટલે કે ઉત્તર-પૂર્વ ગુજરાત (સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર,બનાસકાંઠા), મધ્ય પૂર્વ ગુજરાત(દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર ખેડા), ઉત્તર પશ્ચિમ ગુજરાત (આણંદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા) લાગુ વિસ્તારોમાં આજથી વરસાદની એક્ટીવીટી ચાલુ થઇ જશે.

આગાહીના દિવસોમાં કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર લાગુ મધ્ય સૌરાષ્ટ્રમાં પણ અમુક અમુક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતાઓ જણાઈ રહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાત લાગુ વિસ્તાર એટલે કે ભરૂચ આસપાસના જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતાઓ જણાઈ રહી છે. એ સિવાય ગુજરાતના બીજા જિલ્લાઓમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી ગણવી.

હવામાન વિભાગની આગાહી?
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ભારેથી-અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને 25 તારીખથી લઈને 26 તારીખની સવાર સુધીમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ની આગાહી જણાવી છે.

બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રીય થવાને કારણે હવામાન વિભાગે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી એક શોર ટ્રફ તૈયાર થયો છે. જેમને કારણે ગુજરાતમાં 24, 25 અને 26 તારીખે ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાતમાં તોફાની વરસાદ જોવા મળી શકે છે જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.