khissu

કપાસની બજારોમાં મિશ્ર માહોલ, 1750 રૂપિયા ઊંચો ભાવ, જાણો કેવી છે કપાસની બજાર

ગુજરાતમાં કપાસની આવકો ટૂંકી રેન્જમાં વધઘટ થઈ રહીછે,  જો આવકો વધશે તો બજારો નીચા આવી શકે છે. બીજી તરફ ખેડૂતો દરેક કપાસનાં ઉછાળે થોડો-થોડો માલ બજારમાં ઠલવી રહ્યા છે.

મક્કમ ખેડૂતો નીચા ભાવથી માલ વેચાણ કરવા તૈયાર નથી અને રોજ-રોજની હાજર બજારની રૂખ સાથે વાયદાના ભાવ પણ  મોબાઈલમાં જોઈ રહ્યાં હોવાથી  ખેડૂતો વાયદાનાં ભાવ જોઈને વેચાણનો નિર્ણય લેતા થયા છે.  જોકે આ નિર્ણય ખેડૂતો માટે ઘણીવાર જોખમી પણ સાબિત થઈ શકે છે તેમ એક અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું. 

આ પણ વાંચો: કપાસના ભાવમાં ઘટાડો યથાવત, શું હવે કપાસના ભાવ વધશે ?

સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૭૫ ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં ભાવ રૂ.૧૬૦૦ થી ૧૬૮૦, મહારાષ્ટ્રનાં રૂ.૧૬૦૦ થી ૧૬૫૦ના હતાં. કડીમાં મહારાષ્ટ્રની ૨૨૫ ગાડી અને કાઠીયાવાડની ૪૦થી ૫૦ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ.૧૬૦૦થી ૧૬૬૦ વચ્ચે હતાં. કાઠીયાવાડનાં વેપારો રૂ.૧૬૨૦ થી ૧૭૦૦નાં હતાં.

સૌરાષ્ટ્રનાં અગ્રણી યાર્ડોમાં કપાસની આવક ૮૫ હજાર મણની થઈ હતી અને ભાવ સૌથી ઊંચા હળવદમાં રૂ.૧૭૫૦ પ્રતિ મણનાં બોલાયા હતા, જ્યારે સૌથી નીચા ભાવ મહુવામાં રૂ.૧૩૫૦ હતાં. સરેરાશ ભાવ રૂ.૧૬૦૦થી ૧૭૩૦ વચ્ચે અથડાય રહ્યાં હતાં.

આ પણ વાંચો: કપાસનાં ભાવમાં વધારો ઝીંકાયો: શું હવે ભાવ વધશે ? જાણો શું છે બજાર હલચલ

રાજકોટમાં ૧૨થી ૧૩ હજાર મણની આવક હતી અને ભાવ  ફોર-જીમાં રૂ.૧૬૮૦થી ૧૭૦૦, એપ્લસમાં રૂ.૧૬૫૦ થી ૧૬૭૫,  એમાં રૂ.૧૬૩૦થી ૧૬૫૦, બી ગ્રેડમાં રૂ.૧૫૯૦થી ૧૬૨૦, સી  ગ્રેડમાં રૂ.૧૫૨૦થી ૧૫૭૦નાં હતાં.