કપાસનાં ભાવમાં વધારો ઝીંકાયો: શું હવે ભાવ વધશે ? જાણો શું છે બજાર હલચલ

કપાસનાં ભાવમાં વધારો ઝીંકાયો: શું હવે ભાવ વધશે ? જાણો શું છે બજાર હલચલ

મહારાષ્ટ્રનાં કપાસની આવકો વધવાની સાથે કપાસમાંથી બનતી દરેક આઈટમા ભાવ ઘટી રહ્યાં છે, જેમાં રૂ, કપાસિયા અને ખોળ તેમજ વોશનો સમાવેશ થાય છે. ગુજરાતમાં કપાસનાં ભાવમાં મણે રૂ.૫થી ૧૦નો ઘટાડો હતો. મહારાષ્ટ્ર નીચું જતું હોવાથી ગુજરાતનો કપાસ પણ ઘટી રહ્યો છે.

સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૧૩૦ ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં ભાવ રૂ.૧૬૩૦ થી ૧૬૬૦, મહારાષ્ટ્રનાં રૂ.૧૫૮૦ થી ૧૬૪૦નાં હતાં.કડીમાં મહારાષ્ટ્રની ૨૦૦ ગાડી અને કાઠીયાવાડની ૫૦થી ૬૦ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ.૧૫૮૦થી ૧૬૪૦ વચ્ચે હતાં. કાઠીયાવાડનાં વેપારો રૂ.૧૬૫૦ થી ૧૬૮૦નાં હતાં.

સૌરાષ્ટ્રનાં અગ્રણી યાર્ડોમાં કપાસની આવક ૧.૦૯ લાખ મણની થઈ હતી અને ભાવ સૌથી ઊંચા બાબરામાં રૂ.૧૭૫૦ પ્રતિ મણનાં બોલાયા હતા, જ્યારે સૌથી નીચા ભાવ તળાજામાં રૂ.૧૩૦૫નાં હતાં. સરેરાશ ભાવ રૂ.૧૬૫૦થી ૧૬૭૦ વચ્ચે અથડાય રહ્યાં હતાં.

રાજકોટમાં ૨૦થી ૨૧ હજાર મણની આવક હતી અને ભાવ ફોરજીમાં રૂ.૧૬6૦થી ૧૬૮૫, એપ્લસમાં રૂ.૧૬૪૦થી ૧૬૬૦, એમાં રૂ.૧૬૩૦થી ૧૬૪૦, બી ગ્રેડમાં રૂ.૧૬૧૦થી ૧૬૩૦, સી ગ્રેડમાં રૂ.૧૫૫૦થી ૧૫૮૦નાં હતાં. એક એન્ટ્રી રૂ.૧૬૯૦નાં હતાં.