khissu

જો તમે પણ ટોયલેટમાં બેસીને મોબાઈલનો ઉપયોગ કરો છો તો સાવધાન! બનશો જીવલેણ બીમારીનો ભોગ

વર્તમાન સમયમાં મોબાઈલ ફોન એ આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. એમાય કેટલાક લોકો તો એવા હોય છે જે એક મિનિટ માટે પણ પોતાના મોબાઈલથી દૂર નથી રહી શકતા. જો તેમની પાસે મોબાઈલ ન હોય તો તેઓ બેબાકળા બની જાય છે. તો બીજી તરફ કેટલાક લોકોને એવી પણ આદત હોય છે કે તેઓ ટોયલેટમાં પણ ફોનને સાથે લઈ જાય છે, પરંતુ તમને જણાવી દઈએ કે, આ આદત ઘણી ખતરનાક સાબિત થઈ શકે છે. તમે ગંભીર બીમારના શિકાર થઈ શકો છો.જો તમે ટોયલેટમાં મોબાઈલ સાથે લઈ જાઓ છો, તો તમે જીવલેણ બીમારીનો શિકાર બની શકો છો. તમે અને તમારું આખું કુટુંબ ખતરનાક બેક્ટેરિયા માટે સંવેદનશીલ બની શકો છો.

શૌચાલયમાં મોબાઈલનો ઉપયોગ બીમારીને નોતરુ આપવા બરાબર
તમને જણાવી દઈએ કે ટોયલેટમાં મોબાઈલનો ઉપયોગ કરવાથી તમને પાઈલ્સની સમસ્યા થઈ શકે છે. જોકે, હાલમાં વૃદ્ધોની સાથે-સાથે યુવાનોમાં પણ પાઇલ્સની સમસ્યા સામાન્ય બની ગઇ છે. પાઈલ્સને હરસ પણ કહેવાય છે. વાસ્તવમાં આવું એટલા માટે થાય છે કારણ કે જ્યારે તમે ટોયલેટમાં મોબાઈલ લઈ જાઓ છો, ત્યારે તમે કોમોડ પર લાંબો સમય બેસી રહો છો અને તમને સમયની પણ ખબર નથી હોતી કારણ કે તમે મોબાઈલમાં મશગુલ થઈ જાવ છો.

હરસ થવાનું કારણ શું છે?
વાસ્તવમાં કેટલાક લોકો ટોયલેટમાં કોમોડ પર બેસીને મોબાઈલમાં સમાચાર વાંચે છે. સોશિયલ મીડિયા સાઇટ્સ જુએ છે, વીડિયો જુએ છે અને ચેટિંગ કરે છે. શૌચાલયમાં કમોડ પર લાંબો સમય બેસી રહેવાથી ગુદામાર્ગ અને ગુદાના નીચેના ભાગના સ્નાયુઓ પર દબાણ વધે છે, જેનાથી પાઈલ્સ થાય છે.

બેક્ટેરિયા ફોન પર ચોંટી જાય છે
આ સિવાય શૌચાલયમાં મોબાઈલ રાખવાથી તમે બેક્ટેરિયાનો શિકાર પણ બની શકો છો. ટોયલેટમાં રહેલા બેક્ટેરિયા તમારા મોબાઈલમાં ચોંટી જાય છે. જ્યારે તમે શૌચાલયમાંથી બહાર આવો છો ત્યારે તમે તમારા હાથ ધોઈ લો છો પરંતુ મોબાઈલમાં ચોંટેલા બેક્ટેરિયા તમારા હાથ પર પાછા આવી જાય છે. આ બેક્ટેરિયાના કારણે તમને ઈન્ફેક્શન પણ થઈ શકે છે.