khissu

મોડેલો બદલ્યા/ જાણો આજની લો-પ્રેશરની સ્થિતી; હવે આટલાં જીલ્લા સાવધાન

બોહળા સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે છેલ્લા 10 કલાકમાં 171 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં નવસારીના ચીખલીમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ, ગણદેવીમાં 8, નવસારી અને ધરમપુરમાં 7 ઈંચ વરસાદ વાંસદા અને જલાલપોરમાં 6 ઈંચ વરસાદ તો સૂત્રાપાડા અને કપરાડામાં 5.5 ઈંચ વરસાદ, માણાવદર અને ડોલવણમાં 5 ઈંચ વરસાદ વરસી ગયો છે. હજી પણ આજે રાત્રે અને 15-16 તારીખ સુધી વરસાદ ચાલુ રહેશે.

લો-પ્રેશર સિસ્ટમ હાલ ક્યાં છે? અસર?
છેલ્લા બે દિવસથી લો-પ્રેશર સિસ્ટમ મધ્ય ભારત વચ્ચે સ્થિત હતી જે હવે ફરી વહેલમાર્ક લો-પ્રેસરમાંથી લો-પ્રેશર માં ફેરવાય ગઈ છે અને આજે એટલે કે 14 જુલાઈ એક બહોળું સર્ક્યુલેશન બનાવ્યું છે. આ બોહળા સર્ક્યુલેશનની અસરને કારણે ગુજરાતમાં આગમી 24 કલાક સુધી અમુક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

મધ્ય ભારતમાં સર્જાયેલ બહોળું સર્ક્યુલેશન ગુજરાત નજીક અરબી સમુદ્ર પાસે પહોંચતા ફરીથી ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે જેમને કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડી શકે છે પરંતુ આ સિસ્ટમમાં ફેરફાર પણ થઈ શકે છે. ફેરફાર મુજબ સિસ્ટમ નબળી પડી અને વિખાઈ શકે છે.

જો સિસ્ટમ મજબૂત બનશે અને ડિપ્રેશનમાં ફેરવાશે તો ક્યાં-ક્યાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી?
ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ સહેવાઈ રહી છે. જેમાં વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદરbઅને દેવભૂમિ દ્વારકા, જામનગર અને અમુક રાજકોટના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે સર્ક્યુલેશન મોટું બનશે તો ગુજરાતના ઘણા વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની આગાહી રહશે.

ગુજરાતમાં વરાપ ક્યારે નીકળશે? 
4 જુલાઈથી ગુજરાતના ઘણા જિલ્લાઓમાં એકધારો સારો વરસાદ પડી રહ્યો છે. હવે ઘણા બધા ખેડૂત ભાઈઓ એક વરાપની રાહ જોઈ રહ્યા છે જેથી કરીને ખેતીના કામોમાં નીંદણ કામ કરી શકે. તેવા ખેડૂત ભાઈઓને જણાવવાનું કે 17 જુલાઈથી વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થઈ જશે અને અમુક વિસ્તારોમાં સારો તડકો પણ નીકળે જશે. જોકે બપોર પછી દરિયાકાંઠાના જિલ્લાઓમાં ઝાપટા સ્વરૂપે વરસાદ ચાલુ રહી શકે છે. પરંતુ ભારે વરસાદની આગાહી નથી.