khissu

આવતા મહિને ગુજરાત તૈયાર રહેજો! અરબી સમુદ્રમાં વાવાઝોડાની સંભાવના બની, જાણો શું આગાહી?

નમસ્કાર ગુજરાત, વૈજ્ઞાનિક મોડલો મુજબ ગુજરાતમાં જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં અરબી સમુદ્ર ભારે એક્ટિવ મૂડમાં જણાય રહ્યો છે, જેમને કારણે ચોમાસું સમયસર પહોંચી જાય તેવા સંજોગો જોવા મળ્યા છે.

4 થી 9 જૂન વચ્ચે સિસ્ટમની આગાહી? 
વૈજ્ઞાનિક મોડલ મુજબ અરબી સમુદ્રમાં 4 જૂન પછી એક સિસ્ટમ બની રહી હોય તેવું જણાય છે. આ સિસ્ટમ 5 જુનથી લઈને આઠ જૂન સુધીમાં બનશે. આ સિસ્ટમ ડિપ્રેશન, ડિપ્રેશન અને મીની વાવાઝોડા સુધી જાય તેવી સંભાવના છે. એટલે કે 4 જૂન પછી અરબી સમુદ્રમાં નાનું વાવાઝોડું સક્રિય થઈ શકે છે. હાલમાં 60% થી વધારે શક્યતા ગણવી.

અરબી સમુદ્રમાં ચારથી આઠ જૂન વચ્ચે લો પ્રેશર બનવાની શક્યતા જાણવા મળી છે. લો પ્રેશર આગળ જતા ડિપ્રેશન અને ડિપ્રેશન સુધી અથવા વાવાઝોડા સુધી જઈ શકે છે. જોકે લો-પ્રેશર નહીં બને તો ભારે સિસ્ટમને કારણે પણ અરબી સમુદ્ર મજબૂત બનશે અને ગુજરાતના ઘણા રિલીઝોનમાં સારો વરસાદ આપશે.

જો અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે અને સાયકલોનિક સિસ્ટમ પણ બનશે તો ગુજરાતમાં સમય કરતા વહેલા ચોમાસુ પહોંચી જશે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 15 જૂને પહોંચતું હોય છે પરંતુ આ સિસ્ટમને કારણે 10 જૂન પછી સારો વરસાદ આવવા લાગે તેવી સંભાવના.

ખાસ નોંધ:- હાલમાં ઉપર જણાવેલી આગાહી વૈજ્ઞાનિક મોડલ મુજબ છે. જેમની શક્યતા આગળ જતા વધારે સચોટ જણાવવામાં આવશે. હાલમાં ખેતીના કામો માટે અને વાવાઝોડાની અપડેટ માટે હવામાન વિભાગને અનુસરવું.