khissu

સૌરાષ્ટ્રમાં અસર ચાલુ, જાણો કેટલી ઝડપ? ક્યાં પહોંચ્યું વાવાઝોડું?

નમસ્કાર મિત્રો, 10 જૂનની બપોરની અપડેટ મુજબ વાવાઝોડાની પવનની ઝડપ 150થી 170 કિમી પ્રતિ કલાક ની આસપાસ પહોંચી ગઈ છે. આમ, વાવાઝોડુ વધુને વધુ મજબૂત બની રહ્યું છે. Biporjoy અત્યારે પોરબંદરથી હજુ 600 કિમી દૂર મધ્ય અરબ સાગરમાં દક્ષિણ પશ્ચિમ દિશામાં છે. ગઈ કાલ કરતા વાવાઝોડાની આગળ વધવાની ઝડપ વધી છે.

વાવાઝોડું વધુ મજબૂત પરિબળો માટે અનુકૂળ જણાઇ રહ્યા છે. જોકે આગળ જઈને નજીક આવે ત્યારે ફરી થોડું નબળું પડી શકે છે. 13 જૂનથી 16 જૂનની વચ્ચે ગુજરાત પર સીધું કે આડકતરી/વરસાદ/પવન સાથે નજીકથી પસાર થવાની શક્યતા છે.