khissu

વરસાદની નવી સિસ્ટમ સક્રિય, જાણો હવામાન વિભાગની મોટી આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજયના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાં સાથે ભારે વરસાદની આગાહી કરી છે.અરબી સમુદ્રમાં વરસાદની નવી સાયકલોન સિસ્ટમ સક્રિય થઈ હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે.

12 જૂનથી રાજ્યમાં વરસાદનું આગમન થઈ ચૂકયું છે.12 તારીખથી લઈને આજ સુધીમાં ગુજરાતના 90+ તાલુકામાં વરસાદ ખાબકી ચૂક્યો છે.  રાજ્યમાં હાલ પ્રિ મોન્સુન એક્ટિવિટી નાં કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો હતો. પરંતું હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહીતી અનુસાર હાલ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી 16 અને 17 તારીખમાં સૌરાષ્ટ્રનાં કેટલાક જીલ્લામાં સારો વરસાદ વરસી શકે છે.

આ તારીખો દરમીયાન ગુજરાતમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટીનાં ભાગરૂપે કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ પડી શકે છે. અને સાથે જ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. IMD વિભાગના અધિકારી મનોરમા મોહંતી  એ જણાવ્યુ છે કે આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસાદ પડવાની સંભાવના છે.

રાજ્યમાં બે જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં 7mm વરસાદ નોંધાયો છે.