khissu

નવો રાઉન્ડ: હવામાન વિભાગ તેમજ અંબાલાલ પટેલની મોટી આગાહી

વરસાદના નવા રાઉન્ડને લઈને હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળની કહદુમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જયેલા લો પ્રેશરની અસર ગુજરાત સહિત દેશના અન્ય કેટલાક ભાગોમાં જોવા મળશે. વિવિધ રાજ્યોમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આગામી 13 સપ્ટેમ્બરે કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

તેમજ આજે રાત્રે રાજ્યના 18 જીલ્લાઓમાં વરસાદ પડી શકે છે. જેમાં વડદોરા, ડાંગ, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, કચ્છ, સુરત, તાપી અને નવસારી સહિત અન્ય કેટલાક છૂટા છવાયા સ્થળોએ વરસાદ વરી શકે છે.

10મી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, નવસારી અને દમણમાં વરસાદ પડી શકે છે. 11મી તારીખે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. 12મી સપ્ટેમ્બરે ડાંગ, વલસાડ, નવસારી, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ માં વરસાદની આગાહી કરવામાં આવી છે.

સાથે જ હવામાન નિષણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રીય થતાં રાજ્યમાં ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. સાથે જ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.