khissu

નવી અપડેટ: નવું લો પ્રેશર સક્રીય થયું, 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં રેડ એલર્ટ?

રાજસ્થાન વાળા લો પ્રેશરના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણ જિલ્લાના વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા છે. જો કે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવેલી છે.

આજે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, અને મહેસાણાના જિલ્લાના છૂટા છવાયા વિસ્તારોમાં હળવા થી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં આજે અમદાવાદ, ખેડા, આણંદ, અને વડોદરા આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદની શક્યતા છે.

દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની શક્યતા છે. જેમ કે ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ આ જીલ્લાનાં વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમા આજે ખાસ કરીને સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમરેલી આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા છે.

કચ્છની વાત કરીએ તો કેટલાક વિસ્તારોમાં આજે ભારે થી અતિ ભારે વરસાદ વરસી શકે તેમ છે. અન્ય કેટલાક સ્થળોએ હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે. હાલ જે વરસાદનો રાઉન્ડ શરૂ છે તે આગામી 27 તારીખ સુધી શરૂ રહેશે. જો કે 27 જુલાઈ બાદ રાજ્યમાં ફરી વરસાદનું જોર ઘટી જશે.