હવે આધારકાર્ડ માં નામ, સરનામું, જન્મ તારીખ બદલાવા સેવા કેન્દ્રોમાં નહીં જવું પડે, જાતે જ ઓનલાઈન સુધારો કરો

આધારકાર્ડ તો દરેકે પોતાનું બનાવી જ લીધું હોય છે પણ એમાં અમુક વિગત ખોટી હોય અથવા બદલવાની જરૂર પડી હોય તો તેના માટે હવે તમારે કોઈ માનવ સેવા કેન્દ્ર એ જવાની જરૂર નથી જાતેજ ઘરે ઓનલાઈન સુધારા કરી શકો છો.

મિત્રો, ઘણા લોકોએ પોતાના નામ અથવા અડ્રેસ ખોટા લખાઈ ગયા હોય છે અથવા તે એક જગ્યા એથી બીજી જગ્યાએ સ્થળાંતર કરી ચૂક્યાં હોય તો તેને સરનામું બદલવાની જરૂર પડે છે , કોઈ બહેનો એ લગ્ન બાદ તેના પિતાના નામની જગ્યાએ તેના પતિનું નામ બદલવાની ફરજ પડતી હોય તો આ બધા કેસમાં હવે તમે જાતેજ ઘરે બેઠાં ઓનલાઈન સુધારો કરી શકો છો.

ચાલો તો જાણી લઈએ કઈ રીતે તમે સુધારો કરી શકશો ?

૧) સૌપ્રથમ તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉસરમાં જઈ ssup.uidai.gov.in લખી સર્ચ કરો.

૨) ત્યારબાદ તમને Proceed to Update Aadhar એવો ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.

૩) હવે તેમાં તમારો ૧૨ અંકનો આધાર નંબર નાખો અને નીચે આપેલો કેપચા કોડ લખો.

૪) ત્યારબાદ તમારા આધારકાર્ડ સાથે લિંક કરેલ મોબાઇલ નંબર ઉપર OTP આવશે.

( મિત્રો ખાસ યાદ રાખજો કે તમારો આધારકાર્ડ સાથે મોબાઇલે નંબર લિંક હોવો જરૂરી છે નહીતો OTP નહીં આવે.)

૫) ત્યારબાદ તમને Update Demographics Data એવો ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.

૬) ત્યારબાદ તમને પૂછવામાં આવશે કે કઈ વિગત સુધારવી છે જેમાં તમારે જે વિગત સુધારવી હોઈ તેના પર ક્લિક કરો અને પછી નીચે Proceed ઓપ્શન પર ક્લિક કરો.

(ત્યારબાદ ફરી એક બોક્સ ખુલશે જેમાં ચેકબોક્સ પર ક્લિક કર્યા બાદ Proceed પર ક્લિક કરો)

૭) ત્યારબાદ તમારે જે સુધારવું હોય તેની સાચી માહિતી લખો.

૮) ત્યારબાદ નીચે upload valid document માં જેતે માહિતી સુધારવી હોય તેનું સાચું ડોક્યુમેન્ટ અપલોડ કરો.

( આ માટે તમને ઓપ્શન બતાવવામાં આવશે. ઓપ્શન મુજબ તમારી પાસે જે માહિતી ચેન્જ કરવી હોય તેની સાચી માહિતી વાળું ડોક્યુમેન્ટ અપલોડ કરો.)

૯) ત્યારબાદ નીચે Preview ઓપ્શન પર ક્લિક કરો.

૧૦) હવે જે પેજ ખુલે એમાં નીચે ફરી capcha code લખી send OTP પર કિલક કરો અને પછી નીચે OTP લખી ચેકબોક્સ લર ક્લિક કરી નીચે આવેલા Make Payment બટન પર ક્લિક કરો.

૧૧) હવે તમારે જેનાથી પેમેન્ટ કરવું હોય તે ઓપ્શન ક્લિક કરો. (ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ)

(મિત્રો આધારકાર્ડ માટે તમારે રૂ.૫૦ નું પેંમેન્ટ કરવું પડશે.)

૧૨)ત્યારબાદ પેમેન્ટ કરી તેની reciept ડાઉનલોડ કરી લો.

બસ તો મિત્રો હોવી ત્રણ થી ચાર દિવસ માં તમારી વિગત અપડેટ થઈ જશે.

જો તમારે સ્ટેટ્સ ચેક કરવું હોય તો ssup.uidai.gov.in વેબસાઈટ ઓપન કરી Check Update status પર ક્લિક કરો.

ત્યારબાદ આઘાર નંબર ,URN નંબર અને કેપચા એન્ટર કરી સ્ટેટ્સ જોઈ શકો છો.