Top Stories
khissu

હવે 500ml નેનો યુરિયાની બોટલ 50kg યુરિયાની બેગ બરાબર: જાણો કેટલી કીમત અને ફાયદા?

ઇન્ડીયન ફાર્મર ફર્ટીલાઇઝર કો ઓપરેટિવ લિમિટેડએ (iffco) ખેડૂતો માટે વિશ્વનુ પ્રથમ નેનો યુરિયા લિક્વિડ બનાવી કૃષિ ક્ષેત્રે ઇતિહાસ સર્જ્યો છે. ગઈ કાલે ઇફ્કોની 50મી સાધારણ સભાની બેઠકમાં નેનો યુરીયા લિકવિડ લોન્ચ કરવામાં આવ્યું હતું. જેને કાલોલના નેનો બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં ઇફ્કોનાં વૈજ્ઞાનીકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તે છોડના પોષણમાં પ્રભાવી અને અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. આ યુરિયા લિકવિડ કિંમતમાં પણ સસ્તું છે.

નેનો યુરીયા નો મતલબ શું છે? નેનો યુરીયા એટલે કે વધારે ક્ષમતા વાળું અને કદમાં નાનું. ઇફકો નેનો યુરીયા લિકવિડની 500 ml યુરીયા ની એક બોટલ ઓછામાં ઓછી એક (૫૦ કે.જી યુરીયા ની) થેલી બરાબર હશે, જેના ઉપયોગથી ખેડૂતોનો ખર્ચ ઘટશે. નેનો યુરીયા પ્રવાહીના નાના કદને લીધે તેને ખિસ્સામાં પણ રાખી શકાશે. જેથી પરિવહન અને સંગ્રહ ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.

50 કિલોનુ યુરીયા ખાતર હવે માત્ર 500 ml બોટલમાં: નેનો યુરીયાનાં ઉપયોગથી પાકની ઉપજ વધેશે અને પોષક તત્વોની ગુણવત્તામાં સુધારો થશે. નેનો યુરીયા અન્ડર ગ્રાઉન્ડ વોટર ની ગુણવત્તા સુધારવામાં પણ મદદ કરશે અને તે ગ્લોબલ વોર્મિંગ ને ઘટાડવામાં પણ મદદ કરશે. યુરિયાના વધુ પડતાં ઉપયોગના ઘણા ગેર ફાયદાઓ જેવા કે યુરીયા વાતાવરણ ને પ્રદૂષિત કરે છે. જમીનના સ્વાસ્થ્ય ને નુકસાન પહોંચાડે છે અને છોડમાં રોગો અને જીવતોનું જોખમ વધારે છે. તેની સિવાય પાક મોડો પાકે છે અને ઉત્પાદન પણ ઓછું આવે છે. નેનો યુરીયા પ્રવાહી પાકોને મજબૂત અને આરોગ્યમય બનાવે છે અને પાકને પડતા અટકાવે છે.

નેનો યુરીયા ની કિંમત નક્કી કેટલી? નેનો યુરીયા નાં 500 ml બોટલમાં 40,000 ppm નાઇટ્રોજન હોય છે જે સામાન્ય યુરિયાની જેમ પોષક તત્વો પૂરા પાડશે. આ યુરીયાનુ ઉત્પાદન જૂન 2021 સુધીમાં શરૂ થશે. ઇફકો દ્વારા ખેડૂતો માટે 500 ml નેનો યુરીયાની બોટલની કિંમત 240 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જે સામાન્ય યુરિયાની થેલીના ભાવ કરતાં 10 ટકા ઓછી છે.

કેવી રીતે વધશે ખેડૂતોની આવક? ઇફકોએ દાવો કર્યો છે કે ખેડૂતો માટે નેનો યુરીયા સસ્તું છે અને તેનાથી ઉત્પાદનમાં પણ વધારો થશે. આ રીતે ખેડૂતોના પાકમાં ઉત્પાદન વધશે અને ખર્ચ પણ ઓછો થશે.

નેનો યુરીયાથી ઉત્પાદન કેટલું વધશે? ઇફકોના જણાવ્યા મુજબ દેશભરમાં 94 ટકા થી વધુ પાકો પર અંદાજે 11,000 કૃષિ ક્ષેત્ર પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને પાકોની ઉપજમાં સરેરાશ 8 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ઉલ્લેખનિય છે કે ભારતમાં દર વર્ષે 350 લાખ ટન યુરીયા ખાતરનો વપરાશ થાય છે. નેનો યુરીયા ના ઉપયોગની ખાતરના વપરાશમાં ઘટાડો થશે અને સરકાર સબસિડી ઉપર 608 કરોડ રૂપિયા સુધીની બચત કરી શકશે. તેનાથી ભારતને યુરિયા ની આયત કરવાની જરૂરિયાત પણ ઓછી થશે.