Top Stories
khissu

હવે કરો બ્લેક રાઇસની ખેતી, લાખો રૂપિયા કમાઓ આસાનીથી

ખેતીકાર્ય દ્વારા આમ તો ઘણા અનાજોનું ઉત્પાદન કરવામાં આવે છે. આ અનાજો દેશના નાગરિકો માટે તો મહત્વ ધરાવે જ છે સાથે-સાથે તે ખેડૂતોને પણ ખૂબ કમાણી કરાવે છે. આજે આપણે એવા જ એક અનાજ વિશે વાત કરીશું જેની ખેતી કરીને તમે લાખો રૂપિયાની કમાણી કરી શકશો.

અહીં અમે વાત કરી રહ્યા છીએ કાળા ચોખા (Black Rice) ની ખેતી વિશે. તમને જણાવી દઈએ કે આ ચોખા ખૂબ ગુણકારી હોવાથી આ દિવસોમાં તેની માંગ ઘણી વધી ગઈ છે અને આમ પણ જે વસ્તુની માંગ હોય તેનું ઉત્પાદન કરવાથી બે ગણો નફો મળતો હોય છે. કાળા ચોખાની ખેતી પણ કંઈક એવી જ છે.

કાળા ચોખા સામાન્ય રીતે સફેદ ચોખા જેવા જ હોય ​​છે. કાળા ચોખા ખૂબ પૌષ્ટિક છે. તે પોષકતત્વોથી ભરપૂર છે. આ કાળા ચોખા શુગર, બ્લડપ્રેશર જેવી બીમારીઓ ઈલાજ માટે ખૂબ જ કારગર સાબિત થઈ રહ્યા છે. કાળા ચોખા રાંધવામાં આવે ત્યારે જાંબુડિયા રંગના થઈ જાય છે.

ચીનમાં કાળા ચોખાની પ્રથમ વખત ખેતી કરવામાં આવી હતી. ભારતમાં પણ પૂર્વોત્તરના રાજ્યો સિક્કિમ, મણિપુર, આસામમાં કાળા ચોખાની ખેતી સૌથી વધુ થાય છે. હાલમાં તો મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રમાં પણ કાળા ચોખાની ખેતી કરવામાં આવી રહી છે.

કાળા ડાંગરના પાકને તૈયાર થવામાં સરેરાશ 100 થી 110 દિવસનો સમય લાગે છે. છોડની લંબાઈ સામાન્ય રીતે ડાંગરના છોડ કરતા મોટી હોય છે. તેના દાણા પણ લાંબા હોય છે. આ ડાંગર ઓછા પાણીવાળી જગ્યાએ પણ ઉગાડી શકાય છે.

આવક: કાળા ચોખાની ખેતી ખેડૂતોને સારી આવક આપી શકે છે. આ કાળા ચોખા પરંપરાગત ચોખા કરતાં પાંચસો ગણી વધુ કમાણી કરી શકે છે. સામાન્ય ચોખા 80 રૂપિયાથી લઈને 100-150 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે. તે જ સમયે, કાળા ચોખાની કિંમત 250 રૂપિયાથી શરૂ થાય છે. ઓર્ગેનિક કાળા ડાંગરની કિંમત 500 રૂપિયા પ્રતિ કિલો છે.

સબસિડી: ઘણા રાજ્યોની સરકારો પણ ખેડૂતોને કાળા ચોખાની ખેતી માટે પ્રોત્સાહિત કરી રહી છે. આ માટે, તમે SMAM કિસાન યોજના 2022 નો લાભ પણ લઈ શકો છો. આ યોજના દ્વારા, તમને 50 થી 80 ટકાની સબસિડી પર સરળતાથી ખેતીના સાધનો મળશે. આ બિઝનેસ કરીને તમે મહિને લાખો રૂપિયા કમાઈ શકો છો.