Top Stories
khissu

ડુંગળીમાં તેજી: ડુંગળીના ભાવમાં સુધારો ચાલુ થયો, આગળ કેવા રહેશે ડુંગળીના ભાવ?

રામ રામ ખેડુત ભાઈઓ...

વાવાઝોડુ અને વરસાદ બંધ થતાં ડુંગળીના ભાવ એકાએક સુધર્યા છે. ડુંગળીના ભાવ અત્યારે સારા એવા બોલાય રહ્યા છે. ગઇકાલે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો ભાવ મણે 733 રૂપિયા બોલાયો હતો તો આજે મહુવા યાર્ડમાં લાલ ડુંગળીનો ભાવ મણે 676 રૂપિયા બોલાયો હતો. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીનો ભાવ ગઇકાલે મણે 651 રૂપિયા બોલાયો હતો તો આજે ગોંડલ યાર્ડમાં મણે 601 રૂપિયા બોલાયા હતા. એવી રીતે થોડાક અંશે સફેદ ડુંગળીના ભાવ પણ સુધર્યા છે. આજે મહુવા યાર્ડમાં સફેદ ડુંગળીનો ભાવ મણે 390 રૂપિયા બોલાયા હતા.

એશિયાની સૌથી મોટી મંડી ગણાતી નાશીકની લાસણગાંવ મંડીમાં ડુંગળીનાં ભાવ સપ્ટેમ્બરમાં  રૂ.700થી 1675 અને મોડલ ભાવ રૂ.1450 હતાં. જે બીજી ઓક્ટોબર ની શરુઆત માં વધીને રૂ.1000થી 3101 સુધી ક્વોટ થયા હતાં. આમ મોડલ ભાવ મુજબ 50 ટકાનો વધારો આવ્યો છે. આ ભાવ ઉન્હાલ ક્વોલિટીની લાલ ડુંગળીનાં છે. નાશીકની બીજી મંડી પિમ્પલગાંવમાં ગાવઠી ક્વોલિટીની ડુંગળીમાં ભાવ થોડા દિવસ પહેલા  રૂ.1500થી 3753 સુધી બોલાયાં હતા.

કેવા રહેશે ભાવ: હવે હાલના સમયે ડુંગળીના ભાવમાં સારો એવો વધારો જોવા મળ્યો છે જેના પગલે લોકો માર્કેટ માં ડુંગળી પહોંચાડી રહ્યા છે. આ કારણે માર્કેટ માં ડુંગળીની આવક સારી એવી વધી રહી છે. માર્કેટમાં ડુંગળી ની આવક વધવાના કારણે ડુંગળીના ભાવમાં આવનારા સમયમાં ઘટાડો જોવા મળી શકે છે

ખેડૂતોએ વરસાદ પહેલા પાકના વાવેતર માટે મોટો ખર્ચ કરેલ હતો, પરંતુ ખેડૂતો પાક વાવેતરના ખર્ચાઓને અનરાધાર વરસેલા વરસાદે ધોઈ નાખેલ છે, અને મોટું નુકસાન કરેલ છે ત્યારે પાયમાલીના આરે આવેલ ખેડૂતો સરકાર પાસે હાથ જોડીને તેઓને થયેલ પાક નુકસાનનો સર્વે તાત્કાલિક કરાવે તેવી માગ સાથે તાત્કાલિક પાક નુકસાનનું વળતર આપે તેવી માગ અને આજીજી કરી રહ્યા છે.