khissu

માત્ર 40 મિનિટ માટે જ થાય છે અહી રાત્રિ | જાણો કયો દેશ છે ?

અરે રે 8-9 કલાક સુવાવાળા ને આ સાંભળીને જોરદાર ઝટકો લાગવાનો છે સાહેબ. શું ખરેખર આવું હશે ? 40 મિનિટ એટલે 1 કલાક પણ પૂરો ના થયો.

જી હા, મિત્રો એક એવો દેશ છે જ્યાં રાત્રિ માત્ર 40 મિનિટની જ હોય છે. યુરોપખંડ માં આવેલો આ દેશનું નામ છે નોર્વે. અહીંના ઉત્તરીય છેડે આવેલા હેમરફેસ્ટ શહેરમાં રાત્રે 12:43 વાગ્યે સૂર્ય માત્ર 40 મિનિટ માટે ડૂબી જાય છે. તે 40 મિનિટ પછી ફરીથી ઊગે છે. તે દેશમાં રાત્રે 1:30 વાગ્યે, પક્ષીઓનો કલરવ શરૂ થાય છે.

આ ચક્ર સમગ્ર વર્ષ દરમિયાન મે થી જુલાઈ મહિના સુધીના 76 દિવસ સુધી ચાલે છે. આ કારણોસર આ દેશને " મિડનાઇટ સનનો દેશ" તરીકે ઓળખવમાં આવે છે.

નોર્વે એક સુંદર દેશ છે. અહીંના સુંદર દૃશ્ય જોવા માટે લોકો મે થી જુલાઈ દરમિયાન આ દેશની મુલાકાત લેવા આવે છે. આવું આશ્વર્યજનક દ્રશ્ય અહી લગભગ 100 વર્ષથી દ્વષ્યક્ષમ છે. ત્યાંના એન્જિનિયરોએ આ સમસ્યાને દૂર કરવા કાચનો ઉપયોગ કરી નવો સૂર્ય બનાવ્યો છે. આ કુત્રિમ સૂર્ય પર્વતોની વચ્ચે એવી રીતે મૂકવામાં આવ્યો છે કે જેથી સૂર્યનો પ્રકાશ શહેરમાં સરળતાથી પહોંચી શકે.