khissu

ફક્ત 5 હજાર રૂપિયાનું રોકાણ કરીને ઘરે પોસ્ટ ઓફિસ ખોલો, તમે દર મહિને મોટી કમાણી કરશો

 દેશમાં બેરોજગારી કેટલી છે આપને સૌ કોઈ લોકો જાણીએ છીએ. લાખો યુવાનો નોકરીની શોધમાં છે. આવી સ્થિતિમાં દરેકને સરકારી નોકરી મળી શકતી નથી, પરંતુ અમે તમારા માટે એક એવો બિઝનેસ આઈડિયા લાવ્યા છીએ, જેનાથી તમે સરકારી સંસ્થામાં જોડાઈને સારી કમાણી કરી શકો છો.

તમે પોસ્ટ ઓફિસમાંથી ઉપલબ્ધ સુવિધાઓ વિશે જાણતા જ હશો. આના દ્વારા, મની ઓર્ડર મોકલવા, સ્ટેમ્પ અને સ્ટેશનરી મોકલવા, પોસ્ટ મોકલવા અને ઓર્ડર કરવા, નાના બચત ખાતા ખોલવા જેવા ઘણા કાર્યો કરવામાં આવે છે. સરકાર પોસ્ટ ઓફિસની સુવિધાઓમાં પણ સતત વધારો કરી રહી છે.

આ પણ વાંચો: Axis Bank આપી રહી છે સ્વતંત્રતા દિવસ પર શાનદાર ઑફર્સ! 75 અઠવાડિયાની FD પર 6.05% વ્યાજ દર

હાલમાં દેશમાં લગભગ 1.55 લાખ પોસ્ટ ઓફિસ છે. પરંતુ દેશના ઘણા એવા વિસ્તારો છે જ્યાં પોસ્ટ ઓફિસની સુવિધા હજુ સુધી ઉપલબ્ધ નથી. તેને ધ્યાનમાં રાખીને ઈન્ડિયા પોસ્ટે પોસ્ટ ઓફિસને ફ્રેન્ચાઈઝ સ્કીમ આપવાની યોજના શરૂ કરી છે. આના દ્વારા તમે પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી પણ લઈ શકો છો. આ  એક સફળ બિઝનેસ મોડલ બની શકે છે અને સારી કમાણી પણ થઈ શકે છે. તમારી પાસે આ યોજના સંબંધિત ઘણા પ્રશ્નો હોઈ શકે છે, અમે તેમાંથી કેટલાકને અહીં સમજવાનો પ્રયત્ન કરીશું.

પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝી સ્કીમ શું છે?
આ યોજના હેઠળ, પોસ્ટ ઓફિસ બે પ્રકારની ફ્રેન્ચાઇઝીની સુવિધા પૂરી પાડે છે, જેમાં એક ફ્રેન્ચાઇઝ્ડ આઉટલેટ છે અને બીજી પોસ્ટલ એજન્ટોની ફ્રેન્ચાઇઝી છે. તમે આમાંથી કોઈપણ ફ્રેન્ચાઈઝી લઈ શકો છો. આઉટલેટ ફ્રેન્ચાઇઝી હેઠળ, તે એવા વિસ્તારોમાં ખોલી શકાય છે જ્યાં પોસ્ટ ઓફિસ નથી.  પોસ્ટલ એજન્ટ ફ્રેન્ચાઈઝીમાં એવા એજન્ટોનો સમાવેશ થાય છે જે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ઘરે-ઘરે પોસ્ટલ સ્ટેમ્પ અને સ્ટેશનરી પહોંચાડે છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું આગાહી કરી ?

લાયકાત શું છે?
આ યોજના હેઠળ, કોઈપણ ભારતીય નાગરિક મૂળભૂત પ્રક્રિયા પૂર્ણ કરીને પોસ્ટ ઓફિસ ખોલી શકે છે. અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. તેના પરિવારનો કોઈ સભ્ય ઈન્ડિયા પોસ્ટ વિભાગમાં ન હોવો જોઈએ. આ ફ્રેન્ચાઈઝી લેવા માટે, અરજદારે માન્યતા પ્રાપ્ત શાળામાંથી 8મું પાસ કરેલ હોવું જોઈએ.

કેટલો ખર્ચ થશે?
પોસ્ટલ એજન્ટની સરખામણીમાં આઉટલેટ ફ્રેન્ચાઇઝની કિંમત ઓછી છે, કારણ કે તેમાં મુખ્યત્વે સેવાનું કામ સામેલ છે.  બીજી તરફ, પોસ્ટલ એજન્ટને વધુ ખર્ચ થાય છે કારણ કે સ્ટેશનરી વસ્તુઓની ખરીદીમાં વધુ પૈસા ખર્ચવામાં આવે છે.  પોસ્ટ ઓફિસ આઉટલેટ ખોલવા માટે ઓછામાં ઓછો 200 ચોરસ ફૂટનો ઓફિસ વિસ્તાર હોવો જરૂરી છે. આ સિવાય પાંચ હજાર રૂપિયા સિક્યોરિટી રકમ તરીકે જમા કરાવવાના રહેશે.

ફ્રેન્ચાઇઝી કેવી રીતે મેળવવી?
તમારે પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝી માટે અરજી કરવી પડશે. આ માટે તમે ઈન્ડિયા પોસ્ટની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ શકો છો. વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરો, તેને ભરો અને સબમિટ કરો. અરજી કરતા પહેલા, ઈન્ડિયા પોસ્ટની સૂચના ધ્યાનથી વાંચો અને તેના નિયમો અને શરતોને સમજો.  એકવાર તમારી અરજી પસંદ થઈ જાય, તમારે એક MOU પર હસ્તાક્ષર કરવા પડશે, તો જ તમે ગ્રાહકોને સુવિધા આપી શકશો.

આ પણ વાંચો: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ફિક્સડિપોઝિટ નાં વ્યાજ દરમાં કર્યો વધારો, જાણો હવે કેટલું વ્યાજ મળશે?

કેટલી આવક થશે?
પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઈઝીથી કમાણીની વાત કરીએ તો, તેને સ્પીડ પોસ્ટ માટે 5 રૂપિયા, મની ઓર્ડર માટે 3 થી 5 રૂપિયા, પોસ્ટલ સ્ટેમ્પ અને સ્ટેશનરી પર 5 ટકા કમિશન મળશે. એ જ રીતે અલગ-અલગ સર્વિસ પ્રમાણે કમિશન આપવામાં આવશે.