khissu

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું આગાહી કરી ?

 રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં 15 ઓગસ્ટ બાદ વરસાદનું જોર ઘટશે. તથા દ.ગુજરાતના અમુક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. તેમજ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું હોવાથી વરસાદ આવશે.

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી હવામાન વિભાગની આગાહી

જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અરવલ્લી, વલસાડ અને નવસારીમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તદુપરાંત માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.

આ પણ વાંચો: હવે મેળવો રૂ. 2 લાખનું વીમા કવચ, સરકારના ઈ-શ્રમ કાર્ડનો તમે પણ લો લાભ, આ રીતે કરો અરજી

લો પ્રેશરની અસરથી અતિભારે વરસાદ રહેશે
ઉલ્લેખનીય છે કે વરસાદની આગાહીને પગલે આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર વધશે. તેમાં વધુ એક વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ સક્રિય થઇ છે. તથા બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે. તેથી લો પ્રેશરની અસરથી અતિભારે વરસાદની આગાહી છે.