Top Stories
khissu

સેવિંગ એકાઉન્ટ પર આ નાની બેન્કો આપી રહી છે તગડું વ્યાજ

સામાન્ય રીતે આપણે આપણી આવકમાંથી થોડા ઘણા હિસ્સાની બચત કરતાં જ હોઈએ છીએ. આ બચતો મોટેભાગે બેંકોમાં કરવામાં આવતી હોય છે અને તેમાં પણ જે બેંક સારો વ્યાજદર આપે છે ત્યાં વધુ લોકો રોકાણ કરતા હોય છે. આજે અમે તમને જણાવશું એવી 6 સ્મોલ ફાઇનાન્સ અને પેમેન્ટ બેંકો વિશે જે આપે છે નાની બચત પર ઉત્તમ વ્યાજદર.

એરટેલ પેમેન્ટ્સ બેંક: જો તમે બચત ખાતામાં વધુ વ્યાજ મેળવવા માંગો છો, તો તમે એરટેલ પેમેન્ટ્સ બેંકમાં બચત ખાતાધારક બની શકો છો, જે સંપૂર્ણપણે ડિજિટલ અને પેપરલેસ બેંક છે, અહીં તમને બચત ખાતા પર 6 ટકા સુધીનો વ્યાજ દર મળશે. કોઈપણ ગ્રાહક એપની મદદથી માત્ર 5 મિનિટમાં પોતાનું ખાતું ખોલાવી શકે છે. જો તમે ઇચ્છો તો, તમે બેંક શાખામાં પહોંચીને તરત જ તમારું ખાતું ખોલાવી શકો છો અને ઊંચા દરોનો લાભ લઈ શકો છો.

ESAF સ્મોલ ફાઇનાન્સ બેંક: ESAF સ્મોલ ફાઇનાન્સ બેંકમાં, તમે ઊંચા વ્યાજ દર સાથે બચત ખાતું ખોલી શકો છો, અહીં 1 લાખ રૂપિયા સુધીના બેલેન્સ પર 4 ટકા અને 1 લાખ રૂપિયાથી વધુની બેલેન્સ પર 6.5 ટકા વ્યાજ મળી રહ્યું છે.

ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક: બચત ખાતા પર વધુ વ્યાજ દરની અપેક્ષા રાખતા ગ્રાહકો પણ ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં તેમનું ખાતું ખોલાવી શકે છે. અહીં બચત ખાતું ખોલાવવા પર તમને 7 ટકા સુધીનું વ્યાજ મળી શકે છે, તેની સાથે બેંક ખાતાધારકોને બીજી ઘણી સુવિધાઓ પણ મળી રહી છે.

ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક : ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકમાં બચત ખાતું ખોલવા પર, તમને ઇન્ક્રીમેન્ટલ બેલેન્સ પર 7 ટકા વ્યાજ ઓફર કરવામાં આવે છે. બેંક ત્રિમાસિક ધોરણે વ્યાજ ચૂકવવાની ઓફર કરી રહી છે. આ સાથે જ તમારું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ દ્વારા તરત જ ખોલી શકાય છે.

સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક: સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક તેના બચત ખાતાના ગ્રાહકોને 6.25 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. આ સાથે જ બેંક પોતાના ગ્રાહકોને મોબાઈલ અને ઈન્ટરનેટ બેંકિંગ અને ડેબિટ કાર્ડ પર અનેક પ્રકારની ઓફર્સ પણ આપી રહી છે. તમે બેંકનો સંપર્ક કરીને તમારું ખાતું ખૂબ જ સરળતાથી ખોલી શકો છો

નોર્થ ઇસ્ટ સ્મોલ ફાઇનાન્સ બેંક: નોર્થ ઈસ્ટ સ્મોલ ફાઈનાન્સ બેંક તમને બચત ખાતા પર માત્ર 6 ટકા વ્યાજ દર ઓફર કરી રહી નથી, પરંતુ તમને અહીં ઈ-બેંકિંગથી લઈને વીમા કવરનો લાભ પણ મળશે. બેંક અનુસાર, જો ખાતામાં સરેરાશ બેલેન્સ 50,000 રૂપિયાથી વધુ છે, તો તમને 2 લાખ રૂપિયાનું લાઇફ કવર મળશે, અને જો તે 5000 રૂપિયાથી વધુ છે, તો તમને 2 લાખ રૂપિયાનું આકસ્માત કવર મળશે.