Top Stories
khissu

PAN CARD: પાન કાર્ડનો બ્લર ફોટો બદલવા માંગો છો? તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો

જ્યારે આધાર કાર્ડ ઓળખ માટે આવશ્યક દસ્તાવેજ છે, ત્યારે પાન કાર્ડ નાણાકીય વ્યવહારો અને આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. પાન કાર્ડ આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે. ઓનલાઈન અને ઓફલાઈન બંને માટે અરજી કરી શકાય છે. ઘણી વખત ઘણા લોકોના પાન કાર્ડમાં ફોટો સ્પષ્ટ નથી હોતો.

આનું સૌથી મોટું કારણ એ છે કે તમે ફોર્મમાં જે ફોટો મુકો છો તેની ક્વોલિટી સારી નથી હોતી. જો તમારા PAN કાર્ડમાં પણ ફોટો બ્લર છે, તો તમે તેને સરળતાથી બદલી શકો છો.  આવો જાણીએ તેના વિશે….

PAN કાર્ડમાં આ સુવિધાઓ છે: PAN કાર્ડમાં 10 નંબરનો અનન્ય નંબર છે. જે આવકવેરા વિભાગમાં નોંધાયેલ હોય છે.  આ નંબર દ્વારા, આવકવેરા વિભાગ તમારા નાણાકીય ટ્રાન્જેક્શન ટ્રેસ કરે છે.  કેટલીકવાર ટેકનિકલ ખામીઓને કારણે ફોટો બ્લર થઈ જાય છે. આ કિસ્સામાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તેને સરળતાથી બદલી શકાય છે. આ માટે તમે ઘરે બેઠા ઓનલાઈન પ્રક્રિયા કરી શકો છો.

પાન કાર્ડમાં ફોટો બદલવાની પ્રક્રિયા: 
>> સૌ પ્રથમ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ એટલે કે NDLS ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
>> અહીં તમને બે વિકલ્પો 'Apply Online' અને 'Registered User' દેખાશે.
>> જેમાંથી તમારે નવા પાન કાર્ડ માટે અરજી કરવા અથવા હાલના પાન કાર્ડમાં ફેરફાર કરવાનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
>> હવે ફેરફાર માટે 'હાલના PAN માં કરેક્શન' પસંદ કરો.
>> આ પછી શ્રેણી પ્રકાર પસંદ કરો, આમાં તમે વ્યક્તિગત વિકલ્પ પસંદ કરી શકો છો.
>> અહીં તમારે નીચે પૂછવામાં આવેલી સંપૂર્ણ વિગતો આપવાની રહેશે, પછી કેપ્ચા કોડ દાખલ કરીને સબમિટ કરો. 
>> હવે તમે KYC વિકલ્પ પસંદ કરી શકો છો.
>> હવે અહીં તમને 2 વિકલ્પો દેખાશે, જેમાંથી તમે ફોટો અને સિગ્નેચર મિસમેચ પસંદ કરી શકો છો.
>> તમારે તમારા માતા-પિતાની સંપૂર્ણ વિગતો આપવી પડશે અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવું પડશે.
>> સંપૂર્ણ વિગતો ભર્યા બાદ યુઝર્સે આઈડી પ્રૂફ સહિત અન્ય દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે.
>> હવે ડીક્લેરેશન પર ટિક કરો અને પછી ફોર્મ સબમિટ કરો.
>> ફોર્મની પ્રિન્ટઆઉટની એક નકલ આવકવેરા PAN સેવા યુનિટને મોકલવાની રહેશે.