Top Stories
khissu

સફળતાનો રાજા: કડકડતી ઠંડીમાં સાયકલ પર વેચ્યું દૂધ, હવે આ દૂધ કંપની અમૂલને પણ આપી રહી જોરદાર ટક્કર

Success Story:  પારસ ડેરીના ઉત્પાદનો દિલ્હી અને તેની સાથે જોડાયેલા 200 થી 300 કિલોમીટરના વિસ્તારમાં ખૂબ પ્રખ્યાત છે. તેના સ્થાપક વેદ રામ નાગરે દૂધ અને ઘીની આ બ્રાન્ડ બનાવવા માટે સખત મહેનત કરવી પડી હતી જે દરેક ઘરમાં ફેમસ થઈ ગઈ છે. વેદ રામ નાગર ભલે લોકો ઓછા જાણતા હશે, પરંતુ તેમની પારસ બ્રાન્ડ સરળતાથી ઓળખી શકાય તેવું નામ છે.

તમે જ બચાવી શકશો 17 મહિનાની શિવાંશીનો જીવ, 17 કરોડનું ઈન્જેક્શન જ દીકરીનો જીવ બચાવી શકશે

આજે પારસ ડેરી દરરોજ લગભગ 36 લાખ લિટર દૂધનું વેચાણ કરે છે. એટલું જ નહીં પારસ ડેરી પ્રોડક્ટ માર્કેટના દિગ્ગજ મધર ડેરી અને અમૂલને પણ ટક્કર આપી રહી છે. પરંતુ પારસની શરૂઆત વિશે ભાગ્યે જ તમે જાણતા હશો.

બેંક કર્મચારીઓને જલસા જ જલસા: અઠવાડિયામાં પાંચ દિવસ કામ અને 15 ટકાનો પગાર વધારો મળશે

60 લિટર દૂધ વેચીને ધંધો શરૂ કર્યો

પારસ ડેરીએ માત્ર 60 લિટર દૂધ વેચીને શરૂઆત કરી. તેના સ્થાપક વેદ રામ નાગરે 27 વર્ષની ઉંમરે દૂધવાળા તરીકે કામ કરવાનું શરૂ કર્યું. વર્ષ 1960ની વાત છે જ્યારે તે ગાત્રો થીજવતી ઠંડીમાં સાયકલ પર દૂધ વેચતો હતો. પરંતુ આ કામ કરતી વખતે તેનો મોટો ઈરાદો હતો. આજે સખત મહેનતના આધારે તેણે હજારો કરોડની પારસ બ્રાન્ડ બનાવી છે. 20 વર્ષ સુધી આ રીતે દૂધ વેચ્યા બાદ તેણે 1980માં એક પેઢી શરૂ કરી.

બેંક ઓફ બરોડાએ તમામ પ્રકારની લોન પર સૌથી મોટું ડિસ્કાઉન્ટ આપતી ઓફર બહાર પાડી, બીજે શું કામ જવું જોઈએ?

સાહિબાબાદમાં 1987માં મિલ્ક પ્લાન્ટ શરૂ થયો હતો

1984માં વેદ રામ નાગરે દૂધ અને તેના ઉત્પાદનોના ઉત્પાદન માટે એક યુનિટ શરૂ કર્યું. આ પછી 1986માં વેદ રામ નાગરે VRS ફૂડ નામની કંપની બનાવી. સાહિબાબાદમાં 1987માં મિલ્ક પ્લાન્ટ શરૂ કર્યો. 1992માં બીજો પ્લાન્ટ ગુલાવતી બુલંદશહેરમાં શરૂ થયો. થોડા વર્ષો પછી કંપનીનો કારોબાર ચાલવા લાગ્યો અને 2004માં કંપનીએ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં પોતાનો વ્યવસાય વિસ્તાર્યો અને અહીં પણ દૂધનો પ્લાન્ટ શરૂ કર્યો. આ પછી 2005માં તેમનું અવસાન થયું.

400 વર્ષ પછી બન્યો પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવાનો આવો દુર્લભ સંયોગ, ગણી-ગણીને થાકી જશો એટલા લાભ મળશે

આ પછી 2008માં તેમની કંપનીનું નામ બદલીને વેદરામ એન્ડ સન્સ પ્રાઈવેટ લિમિટેડ કરવામાં આવ્યું. આજે આ કંપની યુપી સિવાય એમપીમાં પણ બિઝનેસ કરી રહી છે. તેમની કંપની દરરોજ 36 લાખ લિટર દૂધનું વેચાણ કરે છે. યુપીના બાગપતના ખેકરામાં જન્મેલા વેદરામ નગરનો પુત્ર આજે હેલ્થ કેર અને રિયલ એસ્ટેટમાં પણ મોટું નામ કમાઈ રહ્યો છે.