khissu

Paytm કંપનીએ પોતાના ગ્રાહકોને આપી મોટી રાહત: કંપની સાથે જોડાયેલ આ સુવિધામાં હવે ૦ ટકા ટ્રાન્જેક્શન ફી, જાણો વધુ માહિતી

કોરોના મહામારી નાં કારણે હવે ઓનલાઇન પેમેન્ટ નો ક્રેઝ વધતો જાય છે. એવામાં ઘણી બધી ઓનલાઇન પેમેન્ટ માટેની એપ્સ બજારમાં ઉપલબ્ધ છે. જેમ કે ફોન પે (Phone pay), ગૂગલ પે (Google Pay), પેટીએમ (Paytm), યોનો એસબીઆઇ (Yono SBI) વગેરે. તમે ઓનલાઇન પેમેન્ટ કરતા જ હશો. જો તમે પણ ઓનલાઈન પેમેન્ટ કરવામાં પેટીએમ (Paytm) નો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે અગત્યના છે. દેશભરમાં ફેલાય રહેલા કોરોના વાયરસ ની વચ્ચે Paytm કંપનીએ તેમના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. Paytm કંપનીએ જણાવ્યું છે કે કોરોના થી જોડાયેલી તમામ લોન પર હવે કોઈ ટ્રાન્જેક્શન ફી લેવામાં નહિ આવે. કંપનીએ કહ્યું છે કે દેશના બધા રજિસ્ટર્ડ એનજીઓ નાં લેણદેણ પર 0 ટકા ફી આપવાની રહેશે. આ સુવિધા પેમેન્ટ ગેટવે સર્વિસ ઉપર ઉપલબ્ધ કરવામાં આવશે. કંપનીએ જણાવ્યું છે કે આ સુવિધાથી પેમેન્ટ કરવામાં સરળતા રહેશે. કોરોના કાળમાં કોઈપણ મુશ્કેલી વગર કામ થતું રહેશે. જેથી Paytm નો યુઝ કરતા ગ્રાહકો ને કોઈ સમસ્યા ન થાય.

આ પણ વાંચો: આધાર કાર્ડ હવે PVC માં પણ ઉપલબ્ધ: ઘર બેઠા PVC આધાર કાર્ડ કેવી રીતે મંગાવવુ? જાણો PVC આધાર કાર્ડ મંગાવવાની સંપુર્ણ પ્રોસેસ

ઓનલાઇન પેમેન્ટમાં 400 ટકા નો વધારો :- Paytm કંપનીએ જણાવ્યું હતું કે દેશભરમાં નોંધાયેલા એનજીઓ માટે તેની પેમેન્ટ ગેટવે સુવિધા આપી રહી છે. જે કોરોના મહામારી દરમિયાન લોકોની મદદ કરી રહી છે. છેલ્લા થોડા સમયમાં ઓનલાઇન પેમેન્ટમાં 400 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે ત્યારે આ સુવિધા આવતા ઓનલાઇન પેમેન્ટમાં હજી પણ વધારો થવાનો છે.

પેમેન્ટ ગેટવે (Payment Gateway) શું છે?
જો તમે Paytm એપ્લિકેશન દ્વારા તમારા લાઇટ બિલ, મોબાઈલ રીચાર્જ ઓનલાઇન પેમેન્ટ કરો છો તો તે ફકત ગેટવે દ્વારા થાય છે. આ સિવાય ગેટવે નો ઉપયોગ કાર્ડ ડીટેલ્સ ભરવામાં પણ થઈ શકે છે. ગેટવે નાં માધ્યમથી ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા સરળ થઈ જાય છે. તેની સિવાય ઓનલાઇન પેમેન્ટ કરવા માટે તમારા ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ ની માહિતી પેમેન્ટ ગેટવે ને જ કન્ફમેશન માટે મોકલવામાં આવે છે.

કંપની આપશે વેક્સિનેશન સ્લોટ ની સુવિધા :- આ સિવાય Paytm કંપનીએ તાજેતરમાં કોવિડ વેક્સિનેશન સ્લોટ સર્ચ કરવા માટે નવું ટૂલ Paytm Vaccine Slot Finder લોન્ચ કરવાની જાહેરાત કરી છે. Paytm નાં ફાઉન્ડર વિજય શેખરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે Paytm યુઝર તેના વિસ્તારમાં આવેલા વેક્સિનેશન માટે નવા સ્લોટ ઉપલબ્ધ થશે એટલે એલર્ટ મેળવી શકશે.

કોરોના કટોકટીની વચ્ચે એક પછી એક કંપની, તેની સામાજિક જવાબદારીઓને અનુભૂતિ કરીને મદદ કરવા આગળ આવી રહી છે, ત્યારે ડિજિટલ પેમેન્ટ અને ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપની પેટીએમે (Paytm) પણ કોરોના કાળમાં પોતાનો સાથ આપ્યો છે. પેટીએમએ કહ્યું કે તેણે 21,000 ઓક્સિજન કન્સેન્ટર્સ માટે ઓર્ડર આપ્યો છે. આ ઓક્સિજન કન્સેન્ટર્સને મેના પ્રથમ સપ્તાહથી દેશમાં ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. પેટીએમના પ્રવક્તાએ બુધવારે જણાવ્યું હતું કે કંપનીએ લોકો પાસેથી પાંચ કરોડ રૂપિયા ઉભા કર્યા છે તેની સાથે કંપનીએ રૂ. 10 કરોડના ઓક્સિજન કોન્સેંટરની ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો.