આધાર કાર્ડ હવે PVC માં પણ ઉપલબ્ધ: ઘર બેઠા PVC આધાર કાર્ડ કેવી રીતે મંગાવવુ? જાણો PVC આધાર કાર્ડ મંગાવવાની સંપુર્ણ પ્રોસેસ

આધાર કાર્ડ હવે PVC માં પણ ઉપલબ્ધ: ઘર બેઠા PVC આધાર કાર્ડ કેવી રીતે મંગાવવુ? જાણો PVC આધાર કાર્ડ મંગાવવાની સંપુર્ણ પ્રોસેસ

અત્યારે આધાર કાર્ડની જરૂર ઘણી બધી જગ્યાઓએ પડતી હોય છે. આધાર કાર્ડ બેંક ખાતામાં અને પાનકાર્ડ તો લિંક જ હોય છે પરંતુ સરકારી યોજનાઓમાં પણ આની જરૂર પડતી હોય છે. આધાર કાર્ડનો ઉપયોગ હવે આઈડી કાર્ડમાં પણ થઈ રહ્યો છે. એવામાં જરૂરી છે કે આધાર કાર્ડ દરેક સમયે તમારી સાથે હોવું જોઈએ. અત્યારે મોટાભાગના લોકો પાસે કાગળ માં કલર પ્રિન્ટ જેવું આધાર કાર્ડ હોય છે. જો તમે ઇચ્છો તો ATM જેવા દેખાતા આધાર કાર્ડ માટે અરજી કરી શકો છો.

ઘરે બેઠા થઈ જશે અરજી :- સામાન્ય આધાર કાર્ડ ફાટી જવાનો, પલળી જવાનો ડર રહેતો હોય છે. UIDAI (The Unique Identification Authority of India - UIDAI) ની ઓફિસિયલ વેબસાઈટ પરથી તમે PVC (પીવીસી) આધાર કાર્ડ મંગાવી શકો છો. ખાસ વાત તો એ છે કે આ કામ તમે ઘર બેઠા પણ કરી શકો છો. એટલું જ નહિ મંગાવેલ આધાર કાર્ડ સ્પીડ પોસ્ટ નાં માધ્યમથી તમારા ઘર સુધી પહોંચી જશે.

આ પણ વાંચો: તમારા આધાર કાર્ડનો ઉપયોગ કોઈ ખોટી જગ્યાએ તો નથી થઈ રહ્યો ને? જાણો તમારા આધારનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થયો છે?

PVC આધાર કાર્ડ નાં ફાયદા :- આ પ્રકારનું આધાર કાર્ડ ક્વોલિટી માં સારું અને સરળતાથી પાકીટમાં રહી શકે છે. PVC આધાર કાર્ડમાં હોલોગ્રામ, GHOST IMAGE અને માઇક્રોસોફ્ટ જેવી સિક્યોરિટી પણ હોય છે. જેમાં ક્યુઆર કોડ (QR Code) થી સરળતાથી ઓફલાઈન વેરિફિકેશન થઈ શકે છે. આધાર PVC માટે તમારે ફકત 50 રૂપિયા જ ખર્ચ કરવા પડશે. 

આ પણ વાંચો: શું તમે આધાર કાર્ડની લોક/ અનલોકની સુવિધા વિશે જાણો છો? જાણો આધાર કાર્ડની આ સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય?

PVC આધાર કાર્ડ માટે ઓનલાઇન અરજી કરવાની પ્રોસેસ :

૧) PVC આધાર કાર્ડ માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં UIDAI ની ઓફિસિયલ વેબસાઈટ (uidai.gov.in/my-aadhaar/get-aadhaar.html) પર જવું પડશે.

૨) હવે સ્ક્રોલ કરીને નીચે જાઓ અને ‘Order Aadhaar PVC Card’ ઓપ્શન પર ક્લિક કરો. 

૩) હવે તમારે 12 આંકડાનો આધાર નંબર અને સિક્યોરિટી કોડ (કેપ્ચા કોડ) દાખલ કરવાનો રહેશે.

૪) જો તમારો મોબાઈલ નંબર રજીસ્ટર છે તો તમારે સેન્ડ ઓટીપી પર ક્લિક કરો. તમારા મોબાઈલ નંબર માં ઓટીપી આવ્યો હશે જે નાખી ‘Submit’ બટન પર ક્લિક કરવાનું રહેશે.

૫) જો તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજીસ્ટર ન હોય તો ‘My Mobile number is not registered’ ના બોક્સમાં ટીક કરવાનું રહેશે. આગળના પેજમાં તમે નવો નંબર નાખીને OTP મેળવી શકો છો, OTP નાખ્યા પછી ‘Submit’ બટન પર ક્લીક કરવાનું રહેશે.

૬) જો તમારો મોબાઈલ નંબર રજીસ્ટર હશે તો તમને PVC આધાર કાર્ડનો નમુનો બતાવશે તેમાં બધી માહિતીની ચકાસણી કરી 50 રુપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે. જો તમારો મોબાઈલ નંબર રજીસ્ટર નથી તો PVC આધાર કાર્ડનો નમુનો બતાવશે નહી. ત્યારબાદ 50 રુપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે. 

૭) પેમેન્ટ થઈ ગયા બાદ તમને એક સ્લીપ મળશે. આ પ્રોસેસ પુર્ણ થયા બાદ થોડા દિવસોની અંદર તમારા આધાર કાર્ડમાં રજીસ્ટર સરનામા ઉપર PVC આધાર કાર્ડ સ્પીડ પોસ્ટના માધ્યમથી તમારા ઘરે આવી જશે.

આવી વધારે માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો.
આ માહિતી ગુજરાતના દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.