khissu

અહીં ઘરમાં રહેવાને બદલે પિંજરામાં રહે છે લોકો - જાણો શું છે કારણ ?

આજકાલ તો પશુઓ પણ પિંજરાને બદલે ઘરમાં રહેતા થઈ ગયા છે ત્યારે એવું તો શું કારણ છે કે માણસોએ પિંજરામાં જીવન વિતાવવું પડે?

એશિયા માં આવેલો દેશ હોંગકોંગ કે જ્યાં જ્યાં દુનિયાનું સૌથી મોટું બજાર છે અને આર્થિક રીતે  સદ્ધર પણ છે ત્યારે એવા દેશમાં લોકો પિંજરામાં જીવન વિતાવે છે.

વાત એમ છે કે, હોંગકોંગમાં એક સામાન્ય રૂમ ફ્લેટનું ભાડું ૧૬૦૦૦ ડોલર છે જે લગભગ ૧,૨૭,૭૫૭ રૂપિયા જેટલું થાય. આટલું મોંઘુ ભાડુ અમીર લોકો તો ચૂકવી દે છે પણ ગરીબ લોકો તે ન ચૂકવી શકતા પિંજરામાં રહેવું પડે છે.

૬ ફૂટ લાંબુ અને ૩ ફૂટ પહોળુ લોખંડના આ પિંજરાની કિંમત પણ ૧૧૦૦૦ રૂપિયા છે. પિંજરા ની સાઈઝ નક્કી નથી હોતી કોઈ પીંજરું નાનું તો કોઈ મોટું. પિંજરામાં લોકો ગાદલાની જગ્યાએ વાંસની ચટાઈનો ઉપયોગ કરે છે.

ગેર કાનૂની રીતે આવા પિંજરાઓ ચલાવવામાં આવે છે જેમાં પિંજરાઓને ખંડેર થઈ ગયેલા મકાનોમાં રાખવામાં આવે છે. એક-એક એપાર્ટમેન્ટમાં આવા પિંજરાઓમાં ૧૦૦-૧૦૦ લોકો રહે છે.

સોસાયટી ફોર કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા મુજબ હોંગકોંગમાં આવા પિંજરામાં લગભગ એક લાખ લોકો રહે લગભગ એક લાખ લોકો રહે લાખ લોકો રહે છે.