Top Stories
khissu

પેટ્રોલ પંપના બિઝનેસમાં છે અઢળક કમાણી, અહીં વિગતવાર જાણો તેને શરૂ કરવાની રીત

ભારતમાં પેટ્રોલ-ડીઝલની ઘણી માંગ છે. અહીં પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલનું મોટા પાયે વેચાણ થાય છે. જો તમે કોઈ નવા બિઝનેસમાં રોકાણ કરવા માંગો છો તો તમે પેટ્રોલ પંપ ખોલી શકો છો. પેટ્રોલ પંપનો ધંધો નફાકારક વ્યવસાય માનવામાં આવે છે. IOCL, BPCL, HPCL, એસ્સાર અને રિલાયન્સ જેવી સરકારી અને ખાનગી કંપનીઓ ભારતમાં પેટ્રોલ પંપ માટે લાઇસન્સ આપે છે. 21 થી 55 વર્ષની વયજૂથની કોઈપણ વ્યક્તિ પેટ્રોલ પંપનું લાઇસન્સ લઈ શકે છે. જો કોઈ વ્યક્તિ ગ્રામીણ વિસ્તારમાં પેટ્રોલ પંપ ખોલવા માંગે છે તો તેણે લાયસન્સ માટે 10મું પાસ હોવું જોઈએ અને જો કોઈ શહેરી વિસ્તારમાં પેટ્રોલ પંપ ખોલવા ઈચ્છે છે તો તે વ્યક્તિ 12 ધોરણ પાસ હોવો જોઈએ.

 આ પણ વાંચો: સપ્ટેમ્બર મહિનામાં આવશે વાવાઝોડું, સાથે જ વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં ?

રોકાણ 
મીડિયારિપોર્ટ્સ અનુસાર, ગ્રામીણ વિસ્તારોમાં પેટ્રોલ પંપ ખોલવા માટે લગભગ 15 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. બીજી તરફ, જો તમે શહેરી વિસ્તારમાં પેટ્રોલ પંપ ખોલવા માંગો છો, તો તમારે 30-35 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે.

કેવી ફાળવવામાં આવે છે પેટ્રોલ પંપ?
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, કંપની ફીલ્ડ ટીમ દ્વારા કરવામાં આવેલા સંશોધનના આધારે કોઈપણ સ્થળે રિટેલ આઉટલેટ્સની સ્થાપના કરે છે. જો તે સ્થાન વ્યવસાય માટે સારું જણાય તો તેને માર્કેટિંગ પ્લાનમાં પણ સામેલ કરવામાં આવે છે. તમે ઈન્ડિયન ઓઈલની સત્તાવાર વેબસાઈટ www.iocl.com પર પેટ્રોલ પંપ ખોલવા માટેની માર્ગદર્શિકા જોઈ શકો છો.

પેટ્રોલ પંપ માટે જમીન
જાણી લો કે પેટ્રોલ પંપ ખોલવા માટે તમારી પાસે નેશનલ હાઈવે પર ઓછામાં ઓછી 1200 ચોરસ મીટર જમીન હોવી જરૂરી છે. સાથે જ શહેરી વિસ્તારોમાં પેટ્રોલ પંપ ખોલવા માટે 800 ચોરસ મીટર જમીન હોવી જોઈએ. જો જમીન અરજદારના નામે ન હોય તો તેણે વધુ સમય માટે જમીન લીઝ પર લેવી પડશે.

આ પણ વાંચો: RTO ગયા વગર ઓનલાઈન થઈ જશે ડ્રાઈવિંગ લાઇસન્સ, આવી રીતે અરજી કરો, 7 દિવસમાં સીધા ઘરે પહોંચી જશે

નોંધનીય છે કે જો પેટ્રોલિયમ કંપની નવા વિસ્તારમાં પેટ્રોલ પંપ ખોલવા માંગે છે, તો તેના માટે અખબારોમાં અને સત્તાવાર વેબસાઇટ પર જાહેરાતો આપવામાં આવે છે. આમાં લોટરી સિસ્ટમનો પણ ઉપયોગ થાય છે. પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર કમિશનની વાત કરીએ તો દરેક કંપની અલગ-અલગ ટકા કમિશન આપે છે. દરેક પેટ્રોલ પંપ ડીલર વેચાતા પેટ્રોલના લિટર દીઠ સરેરાશ અઢીથી ત્રણ રૂપિયાનો નફો કરે છે.