khissu

સપ્ટેમ્બર મહિનામાં આવશે વાવાઝોડું, સાથે જ વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં ?

મિત્રો હાલ ગરમીનો પારો ઊંચો ચડી ગયો છે. તો કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ કક્ષાનો વરસાદ નોંધાયો છે. વધતી ગરમીના કારણે રાજ્યનાં અનેક વિસ્તારોમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ભાદરવાના આ તડકામાં એસી, પંખા અને કૂલરનો સહારો લેવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: RTO ગયા વગર ઓનલાઈન થઈ જશે ડ્રાઈવિંગ લાઇસન્સ, આવી રીતે અરજી કરો, 7 દિવસમાં સીધા ઘરે પહોંચી જશે

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ચોમાસુ 15 સપ્ટેમ્બરથી ગુજરાતમાં વરસાદની સિઝન પૂરી થવાની આગાહી છે. વેધર મોડેલ પ્રમાણે રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. અને આ ચોમાસાની સીઝનમાં કુલ 30 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે.

જો કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ પણ ઉભુ થવાની શક્યતા છે. જેના લીધે આગામી 8થી 11 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડશે તેવી શક્યતા છે. જો કે 23 સપ્ટેમ્બરથી ઓકટોબર સુધી ખૂબ જ ગરમી લાગશે જેના કારણે લોકલ સિસ્ટમ ઊભી થવાની શક્યતા છે. જેને લીધે ગુજરાતમાં મોસમનો ટ્રિપલ એટેક જોવા મળશે. એટલે કે શિયાળો, ઉનાળો અને ચોમાસું આ ત્રણેય ઋતુ જોવા મળી શકે છે.

આ પણ વાંચો: સુકન્યા સમૃદ્ધિના રોકાણકારો માટે ફાયદાની વાત, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આપશે ખુશખબરી

આગાહી મુજબ આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ તથા છોટા ઉદેપુરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.