Top Stories
khissu

હવે તાત્કાલિક તપાસો તમારા જન ધન એકાઉન્ટનું બેલેન્સ, આ રહી તેની સરળ રીતો

પ્રધાનમંત્રી જન ધન યોજનાના લાભાર્થીઓ માટે કામના સમાચાર છે. પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ, દેશના ગરીબોનું ખાતું બેંકો, પોસ્ટ ઓફિસો અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં ઝીરો બેલેન્સ પર ખોલવામાં આવે છે. આ યોજના હેઠળ ગ્રાહકોને ઘણી મોટી સુવિધાઓ આપવામાં આવે છે. જો તમે પણ તમારા જન ધન બેંક એકાઉન્ટનું બેલેન્સ ચેક કરવા માંગો છો, તો તમે ઘરે બેઠા માત્ર મિનિટોમાં જ તેના વિશે માહિતી મેળવી શકો છો. ચાલો જાણીએ તેની સરળ રીતો વિશે વિગતવાર

બેલેન્સ ચેક કરવાની રીત
તમે તમારા જન ધન ખાતાનું બેલેન્સ બે રીતે ચકાસી શકો છો. (1) PFMS પોર્ટલ દ્વારા અને (2) મિસ્ડ કોલ દ્વારા. આ બંને રીત એવી છે કે તમે ઘરે બેઠા જ તમારું તમારું સ્ટેટસ ચેક કરી શકો છો. તો ચાલો જાણીએ આ બંનેની સંપૂર્ણ પ્રક્રિયા.

(1) PFMS પોર્ટલ
PFMS પોર્ટલ પરથી બેલેન્સ જાણવા માટે, 
- સૌપ્રથમ આ લિંક https://pfms.nic.in/NewDefaultHome.aspx# પર જાઓ.
- હવે અહીં 'Know Your Payment' પર ક્લિક કરો.
- આ પછી તમારો એકાઉન્ટ નંબર નાખો.
- તમારે અહીં બે વાર એકાઉન્ટ નંબર નાખવો પડશે.
- તે પછી તમે આપેલ કેપ્ચા કોડ ભરો.
- જેથી તમારા ખાતાનું બેલેન્સ તમારી સ્ક્રીન પર દેખાશે.

(2) મિસ્ડ કોલ 
તમે મિસ્ડ કોલ દ્વારા પણ તમારું બેલેન્સ ચેક જાણી શકો છો. આ માટે, જો તમારું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં જન ધન ખાતું છે, તો તમે મિસ્ડ કોલ દ્વારા બેલેન્સ જાણી શકો છો. આ માટે તમે 18004253800 અથવા 1800112211 નંબર પર મિસ્ડ કોલ કરી શકો છો. ગ્રાહકની નોંધ, તમારે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી આના પર મિસ્ડ કોલ કરવો પડશે. એટલે કે, બેંકના નિયમો અનુસાર, તમારે તે જ નંબર પરથી મિસ્ડ કોલ આપવો પડશે જ્યાંથી તમે નોંધણી કરાવી છે.