khissu

રમણિકભાઇ વામજાની આગાહી : 2024નું ચોમાસું ટનાટન, 107 ટકા વરસાદનું અનુમાન

રમણિકભાઇ વામજાની આગાહી : હોળીની ઝાળ અને અંદર મુકવામાં આવતાં માટલાની ઘૂઘરી દાઝ્યા વગર સારી પાકી હોવાની વાત કરતાં રાજકોટનાં પડધરી તાલુકાનાં ગઢડા (નાગબાઇ) ગામેથી હરીભાઇ ટીંબડિયા કહે છે કે, વરસાદ બાબતે ચોમાસું સારૂ જવાના સંકેતો મળી રહયા છે. ઘણા ખેડૂત મિત્રોએ ચણાની તસવીરો મોકલી મહિના મુજબ વરસાદની સ્થિતિ જણાવી છે, એમાં શ્રાવણ મહિનામાં ઓછો વરસાદ હોવાનું પ્રમાણ જોવા મળી રહી છે

પરંપરાગત રીતો પરથી વર્ષોથી ચોમાસા અંગેનો વરતારો આપતાં જૂનાગઢનાં વંથલી મથકેથી રણિકભાઇ વામજા કહે છે કે, એપ્રિલ માસમાં તેમજ 24, મે એટલે કે રોહિણી નક્ષત્રમાં તાપમાન ઉંચકાતા માવઠું થવાની સંભાવનાં છે

દરરોજના કામના સમાચાર જાણવા અમારા 
whatsapp ગ્રુપ માં જોડાવા અહીં ક્લિક કરો

રમણિકભાઇ વામજાની આગાહી : હોળીની ઝાળનો અભ્યાસ કરી તેઓ વધુમાં કહે છે કે, હોળીની જ્વાળા નૈઋત્યથી ઇશાન તરફ ગઇ હતી. આથી આગામી વર્ષમાં ચોમાસું સારૂ રહેવાનું અનુમાન છે. જ્વાળાઓ આકાશ તરફ ઊંચી પણ ગઇ હોવાથી રાજા અને પ્રજાની કસોટી થવાનું મનાય છે.

વેરાવળ પંથક તેમજ દરિયાકાંઠા વિસ્તારમાં વધુ વરસાદ થશે, આ વર્ષે પવન અને ગરમીનું પ્રમાણ વધું રહેશે. આ વાતની પુષ્ટી કરતાં હવામાનની એક ખાનગી એજન્સીએ પણ ભારતીય દક્ષિણ-પશ્ચિમ 2024નું ચોમાસું સાનુકૂળ રહેવાની શકયતા વ્યકત કરી છે. સાથે ચોમાસા દરમિયાન એવરેજ 96 થી 107 ટકા વરસાદનું અનુમાન કર્યું છે.

દરરોજના કામના સમાચાર જાણવા અમારા 
whatsapp ગ્રુપ માં જોડાવા અહીં ક્લિક કરો