Top Stories
khissu

પરેશ ગોસ્વામીની આગાહીથી કરોડો ખેડૂતો ધ્રુજી ઉઠ્યાં, માર્ચમાં હજુ તો બે-બે વખત માવઠું ત્રાટકવાનું છે?

માવઠાનો માર ગુજરાતીઓએ સહન કરી લીધો છે. ઉભા પાક પણ બગડી ગયા છે. ત્યારે હવે ફરીથી પરેશ ગોસ્વામીએ એક નવી જ આગાહી કરીને ગુજરાતના ખેડૂતોને અચંબામા મૂકી દીધા છે. જેમાં તેમણે આ વખતે પવન, ઠંડી, તાપમાન અને માવઠા અંગેની માહિતી આપી છે કે જે દરેક લોકોએ ખાસ જાણવા જેવી છે.

હાલના વાતાવરણની વાત કરીએ તો માર્ચ મહિનાની શરુઆતમાં ગુજરાતમાં આવેલા પલટાંના કારણે ફરી એકવાર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. પરેશ ગોસ્વામી આગાહી કરે છે કે, ઘણાં ખેડૂતો ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે હાલ ઉનાળું પાકનું વાવેતર કરવું કે ન કરવું તેને લઈને ખેડૂતો મુઝવણ અનુભવી રહ્યા છે. મારું સ્પષ્ટ માનવું છે કે હવે ઉનાળું પાકનું વાવેતર કરી દેવું જોઈએ.

વાવેતરમાં શું કરવું એ વિશે પણ પરેશ ગોસ્વામી વાત કરે છે કે અળદ, તલ, બાજરી, મગફળી વગેરેનું વાવેતર કરવું જોઈએ. તેમણે મોડામાં મોડું 10થી 12 માર્ચ સુધીમાં ઉનાળું પાકનું વાવેતર કરી દેવાની સલાહ ખેડુતોને આપી છે. માવઠા બાદ જે ઠંડક થઈ ગઈ છે તેમાં ફેરફારો થશે અને 6 માર્ચથી તાપમાનમાં રોજ વધારો થતો રહેશે. 10 માર્ચ આવતા-આવતા મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર થઈ જાય એવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે.

માવઠાં વિશે આગાહી કરતાં પરેશ ગોસ્વામીએ કહ્યું કે, માર્ચમાં બે વખત માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે. જેમાં 10થી 12 માર્ચ દરમિયાન ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠાના અમુક વિસ્તારમાં માવઠું થઈ શકે છે.

આગળ વાત કરી કે આ સાથે કચ્છના ભાગોમાં પણ માવઠું થઈ શકે છે. આ પછી 25 અને 26 માર્ચ દરમિયાન પણ રાજ્યના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. જોકે, આ લાંબાગાળાની આગાહી છે, તેમાં ફેરફારો થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ત્યારે હવે જોઈએ કે આ તારીખોમાં ફરીથી માવઠું આવે છે કે કેમ?