Top Stories
khissu

મગફળી, મગ, અડદ અને સોયાબીન ની ટેકાના ભાવે ખરીદી પ્રક્રીયા: રજીસ્ટ્રેશન જરૂરી દસ્તાવેજ? જાણો અહીં

 ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનાં ખેડૂતને પોતાના પાકનાં સારા ભાવ મળી રહે તે માટે સરકાર ટેકાના ભાવે પાકની ખરીદી કરતી હોય છે. તો આ વખતે પણ  પાકોના વાવેતર તુવેર, ચણા અને રાયડા માં ટેકાના ભાવે સરકાર ખરીદી કરશે. મગફળી, મગ, અડદ અને સોયાબીનની  ટેકાના ભાવે ખરીદી માટે તા.૨૫ સપ્ટેમ્બર થી તા.૨૪ ઓકટોબર, ૨૦૨૨ દરમિયાન નોંધણી કરાવવાની રહેશે.

મગફળીનો ભાવ ટેકાનો ભાવ રૂ.૫,૮૫૦, મગનો રૂ. ૭,૭૫૫, અડદનો રૂ.૬,૬૦૦ અને સોયાબિનનો રૂ.૪,૩૦૦ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: આવતી કાલે આ વિસ્તારમા કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી: હવામાન વિભાગ

જરૂરી દસ્તાવેજો
આધાર કાર્ડ
જમીન ખાતાની માહિતી 7/12 અને 8 અ
તલાટીનો વાવેતરનો દાખલો નોંધણી સમયે ઉપર મુજબના  તમામ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. રજીસ્ટેશનની નોંધણી કરાવો ત્યારે આ અપલોડની ખાતરી કરી લેવી.

અરજી ક્યાં કરવાની રહેશે 
ખેડૂતોએ તા.૨૫ સપ્ટેમ્બર થી તા.૨૪ ઓકટોબર, ૨૦૨૨ દરમિયાન નોંધણી કરાવવાની રહેશે. ખેડૂતોની નોંધણી ગ્રામ્ય કક્ષાએથી ઇ-ગ્રામ કેન્દ્રો પરથી VCE(વીસી ઓપરેટર) મારફતે કરવામાં આવશે.