khissu

આવતી કાલે આ વિસ્તારમા કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી: હવામાન વિભાગ

રાજ્યની અંદર ફરી એકવખત બરોબરનો વરસાદી માહોલ જામ્યો છે. અને બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે અનેક વિસ્તારમાં ભારે વરસાદ પણ પડ્યો છે. આજે સુરત, વલસાડ, નર્મદા ડાંગ અને ભરૂચમાં સામાન્યથી લઈને ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે બે દિવસ હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જો કે આગામી ત્રણ દિવસ બાદ વરસાદનું જોર ઘટશે તેવી પણ માહિતી આપી છે.

આ પણ વાંચો: રાજ્યમાં હજી 2 દિવસ વરસાદી આગાહી, જાણો કયા વિસ્તારોમાં પડશે ભારે વરસાદ ?

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સારો એવો વરસાદ પડી શકે છે. એમાં પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતેએ એવું પણ કહ્યું છે કે ગાજવીજ વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે.

આ પણ વાંચો: PM કિસાન યોજના: ખેડુતો માટે સારા સમાચાર! આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 12મો હપ્તો

તેમજ અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાત સહિત ઘણા ભાગોમાં ભારે વરસાદ વરસશે. ત્યારે હવે સપ્ટેમ્બર મહિનાનાં અંતમાં નવરાત્રી આવી રહી છે. અને આ વર્ષે ચોમાસુ પણ મોડું શરૂ થયું છે. જેના લીધે ચોમાસુ 15 દિવસ આગળ ખેંચાઈ તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.