khissu

આજથી પુનર્વસુ નક્ષત્ર ચાલુ: જાણો કયું વાહન? કેટલો વરસાદ? શું છે ભારે વરસાદ આગાહી?

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 7.5 ઈંચ વરસાદ નોંધાયો છે. આદ્રા નક્ષત્ર પુરું થતાં પુનર્વસુ નક્ષત્ર બેસી જતું હોય છે. આ નક્ષત્રમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવતી હોય છે તો આવો જાણીએ કેવો વરસાદ પડશે ?

પુનર્વસુ નક્ષત્રમાં કેવો વરસાદ જોવા મળશે?
પુનર્વસુ નક્ષત્ર 06/07/2022 અને બુધવારથી ચાલુ થશે, વરસાદી માહોલ યથાવત રહે છે. મધ્યમ વરસાદ પડતો હોય છે. પુનર્વસુ નક્ષત્રનું વાહન ઉંદર છે અને વાહન ઉપરથી જ વરસાદનો વરતારો નક્કી કરવામાં આવતો હોય છે.આ આ નક્ષત્રમાં વરસાદ સારો થતો હોય છે. એટલે કે પુનર્વસુ નક્ષત્રમાં પવન સાથે જોરદાર વરસાદ જોવા મળશે. પુનર્વસુ નક્ષત્ર પછી પુષ્પનક્ષત્રની શરૂઆત થશે તેમનું વાહન ઘોડો છે અને તે નક્ષત્રમાં છૂટોછવાયો વરસાદ જોવા મળતો હોય છે.

5 દિવસ રાજ્યમાં મેઘમહેર રહેશે યથાવત: હવામાન વિભાગ
વરસાદને લઇ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગામી 5 દિવસ રાજ્યમાં મેઘમહેરના વરતારા છે. 8 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તેમજ અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના માછીમારો આજથી દરિયો ન ખેડવાની સુચના આપવમાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસ્યો છે. પણ હજુ પણ ગુજરાતમાં વરસાદની સરેરાશ 34 ટકા ઘટ છે.

અંબાલાલ પટેલની આગાહી
ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતો માટે રાહતની આગાહી કરી છે. અમદાવાદ ગાંધીનગર અને મહેસાણાના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદની કમી છે. અંબાલાલની આગાહી મુજબ આજે તારીખ 5 અને 6 જુલાઇમાં અમદાવાદમાં મેઘ મહેર થઈ શકે છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદના સંકેત છે. ઘીરે ઘીરે એક સપ્તાહમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતાં તારીખ 10 થી 15 જુલાઇ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડશે.