khissu

Rain alert: 16 આજુબાજુ અષાઢી માહોલ જામશે, મેઘરાજાના 2 રાઉન્ડ માટે રહેજો તૈયાર

Rain alert: વેધરની એક ખાનગી સંસ્થાએ સારા સમાચાર આપ્યા છે. આગામી સપ્તાહ દરમિયાન વરસાદી માહોલની શકયતા વ્યકત કરી છે.

ઉપરાઉપરી બે-બે સિસ્ટમ્સની અસરથી સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાં વરસાદ આવશે. લો પ્રેશર થવાની શક્યતા.તા.૧૬/ ૧૭ જુલાઈ આસપાસ જમીની ભાગો માં છે. લો પ્રેસર આવી શકે છે.

લો પ્રેશર અને તેને આનુસગિક અપરએર સાયકલોનીક સરકયુલેશન તેનો ટ્રફ, બ્રોડ સર્ક્યુલેશન તેમજ ચોમાસુ ધરીનું નોર્મલ કે નોર્મેલ થી નીચે તરફ આવી જવું તેની અસર થી તા.૧૬/૧૭ જુલાઈ થી ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ ભાગો માં વરસાદી રાઉન્ડ ચાલુ થવાની શક્યતા દેખાય રહી છે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

વરસાદી રાઉન્ડ તા.૨૦ જુલાઈ સુધી વધ ઘટ વરસાદની માત્રા અને અલગ ઍલગ વિસ્તાર માં હળવો મધ્યમ કે ભારે વરસાદ કે તેથી વધુ વરસાદ ની શક્યતા છે.

વરસાદની ચેતવણી
ત્રણેક દિવસ વરસાદનું જોર વધુ રહેશે. જયારે તા.૧૯ જુલાઈ આસપાસ ઉત્તરીય બંગાળ ની ખાડીમાં બીજુ લો પ્રેસર પણ થશે તેની અસરથી તા.૨૦ જુલાઈ બાદ ફરી અષાઢી માહોલ જોવા મળશે. આમ ટૂંક માં તા.૧૬ જુલાઈ થી ૨૩જુલાઈ દરમ્યાન બે તબક્કામાં વરસાદના રાઉન્ડ આવશે.અષાઢી માહોલ જોવા મળશે.

વધુ દિવસ પહેલા અંદાજ આપેલ હોય ૧- ૨ દિવસ પ્લસ-માઇનસ થઈ શકે. માત્રને માત્ર ખેતીના આયોજન માટે અંદાજ આપેલ છે. ખરેખર ક્યાં કેવો વરસાદ કે શું થશે તેની વિગત રેગ્યુલર આગાહીમાં આપવામાં આવશે તેમ વેધરની ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે.