Top Stories
khissu

વરસાદ હકીકત / સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર-દક્ષિણ-મધ્ય ગુજરાતમાં કઈ તારીખે ચોમાસું ચાલુ થશે? વાવણી લાયક વરસાદ

આજે ત્રણ જૂન છે અને આજે હવામાન વિભાગે નૈઋત્યના ચોમાસાનાં આગમનની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. એટલે દક્ષિણ અરબી સમુદ્ર, દક્ષિણ કેરળ, દક્ષિણ તમિલનાડુમાં ચોમાસુ બેસી ગયું છે. સામાન્ય તારીખ કરતાં બે દિવસ મોડું ચોમાસાનુ આગમન થયું છે. હવામાન વિભાગનુ માનવું હતું કે 31 મેં નાં રોજ ચોમાસાનું આગમન થશે પરંતુ અમુક પરિબળો ને કારણે 2 દિવસ મોડું ચોમાસાનું આગમન થયું છે. કેરળ માં તોફાની વરસાદ સાથે પવન ફૂંકાતા જાહેરાત કરવામાં આવી. સાથે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગ રૂપે આગામી 5 દિવસ ગુજરાતમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે? આજે 3 જૂને કેરળ માં ચોમાસું બેસી ગયુ છે હવે ધીમે-ધીમે આગળ વધશે. મહારાષ્ટ્રમાં ચોમાસું 13 જૂને પહોંચી જશે અને ત્યાર પછી આગળ ગુજરાતમાં 17 થી 20 જૂન વચ્ચે પહોંચી શકે છે. મતલબ જ્યારે કેરળમાં ચોમાસું શરૂ થઈ જતું હોય ત્યાર પછી 15 થી 16 દિવસ પછી ગુજરાતમાં ચોમાસુ પહોંચી જતું હોય છે. સૌથી પહેલાં 17 થી 20 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાંસુ પહોંચ જશે, ત્યાર બાદ મધ્ય ગુજરાતમાં 23 જુન આજુબાજુ અને છેલ્લે કચ્છ-ઉત્તર ગુજરાતમાં 28 જૂને ચોમાસું પહોંચી શકે છે. એટલે કે જુન મહિનાનાં અંત સુધીમાં આખા ગુજરાતમાં ચોમાસુ ચાલુ થઈ જશે એવું હવામાન ખાતા દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે.

છેલ્લાં પાચ વર્ષથી ખોટું પડતું હવામાન ખાતું? હવામાન ખાતાએ આ વર્ષે જણાવ્યું હતું કે 31 મેં નાં રોજ ચોમાસાનું આગમન થઈ જશે પરંતુ હવામાન વિભાગે પોતાની આગાહી બદલી અને ફરી જાહેરાત કરી કે હવે 3 જૂને ચોમાસાની શરૂઆત થશે, એટલે આગાહી કરતાં 3 દિવસ વિલંબ થયો. હવામાન ખાતું ખોટું પડયું. જ્યારે ખાનગી સંસ્થા skymet 31 મેં નાં રોજ જ સત્તાવાર જાહેરાત કરી દીધી હતી. 

ચોમાસાનાં આગમનને લઈને છેલ્લાં 5 વર્ષમાં ખોટું પડતું હવામાન ખાતું: 

વર્ષ 2016 માં ચોમાસાનું પૂર્વાનુમાન 7 જૂને હતું અને ચોમાસુ પહોંચ્યું 8 જુને.
વર્ષ 2017 માં ચોમાસાનું પૂર્વાનુમાન 30 મેં અને આગમન પણ 30 મેં.
વર્ષ 2018 માં ચોમાસાનું પૂર્વાનુમાન 29 મેં અને આગમન 29 મેં નાં રોજ જ.
વર્ષ 2019 માં ચોમાસાનું પૂર્વાનુમાન 6 જૂન અને આગમન 8 જૂને રહ્યું હતું.
વર્ષ 2020 માં ચોમાસાનું પૂર્વાનુમાન 5 જૂનનું હતું પરંતુ આગમન 1 જૂનના રોજ થઈ ગયુ હતું.
વર્ષ 2021 માં ચોમાસાનું પૂર્વાનુમાન 1 જૂન ના રોજ પણ આગમન 3 જૂને થયું.