Top Stories
khissu

વરસાદ પૂર્વાનુમાન / 6 થી 12 તારીખ વચ્ચે ક્યાં પડશે વરસાદ? 13-14 માં થશે મોટી હલચલ

ગુજરાતમાં 6 થી 12 જૂનમાં કેવું રહેશે વરસાદ નું પ્રમાણ?
તારીખ 6/6/2021 થી 12/6/2021 સુધી વરસાદ નું પૂર્વાનુમાન જોઈએ તો હાલ ચોમાસા નું કેરળ માં આગમન થઇ ગયું છે અને ઝડપી આગળ વધી રહ્યું છે, આજે કર્ણાટક માં પણ ચોમાસું બેસી ગયુ છે.

ગુજરાત માં છેલ્લાં બે દિવસથી પ્રી-મોન્સૂન એક્ટિવિટી નો વરસાદ જોવા મળી રહ્યો છે તેમાં ગઈકાલે ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો અને હજી 6 તારીખ સુધી પ્રી-મોન્સૂન એક્ટિવિટી નો વરસાદ જોવા મળશે અને ત્યાર બાદ વચ્ચે બે-ત્રણ દિવસ વરસાદ ની એક્ટિવિટી મંદ પડશે. (જોકે સૌરાષ્ટ્ર માં જોવા મળી શકે છે) ત્યારબાદ તારીખ 8-9 પછી ફરીથી પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે તેવું અનુમાન છે. જૂન મહિનાના બીજા અઠવાડિયામાં છૂટા-છવાયા ઘણા વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી નો વરસાદ પડશે અને તે વરસાદ વાવણી લાયક પણ હોય શકે છે.

જો હાલ કેરળ અને કર્ણાટકમાં ચોમાસું ચાલુ છે અને આવનાર 3 દિવસ માં ચોમાસું મહારાષ્ટ્ર માં પહોંચી જશે ત્યાર બાદ ગુજરાતમાં. હાલ ચોમાસાના જે પરિબળો ચાલુ છે તે પરિબળો સાથે ચોમાસું આગળ વધશે તો ગુજરાતમાં ચોમાસા નું આગમન 15-17 જૂન વચ્ચે થશે એટલે કે સમયસર જ ગુજરાત મા ચોમાસુ બેસશે. અને હાલમાં ઘણાં મોડેલ એવું બતાવી રહ્યા છે કે 10 તારીખ પછી અરબી સમુદ્રમાં એક મોટી સિસ્ટમ બનશે અને તે ગુજરાતમાં મહારાષ્ટ્ર માં ભારે થી અતિ ભારે વરસાદ આપશે. 

મહત્ત્વની માહિતી: આવનાર 13-14 જૂન આસપાસ ગુજરાત નજીક ( અરબી સમુદ્રમાં) મોટી હલનચલન દેખાય રહી છે. હાલ મોડેલો નાં માધ્યમથી મોટો ટ્રફ (સિસ્ટમ) જોવા મળી રહ્યો છે જે ભારે વાવણી લાયક વરસાદ આપી શકે છે. એટલે કે જૂન નાં બીજા અઠવાડિયામાં ગુજરાત મા વરસાદ નું પ્રમાણ વધશે તેમ 100% માનવું, જેમ સમય નજીક આવશે તેમ વધારે અપડેટ જણાવતાં રહીશું. અપડેટ જાણવાં Khissu ની Application ડાઉનલોડ કરી લેજો.