khissu

રેડ એલર્ટ સાથે વરસાદની આગાહી, જાણો શું છે અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું છવાઇ ગયુ છે. ગઇકાલે 24 કલાકમાં કુલ 110 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ત્યારે હવામાન વિભાગે આજે આપેલી આગાહીમાં ગુજરાતમાં સાત દિવસ કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી આપી છે. જેમાં આજે ચાર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે બે દિવસ આખા રાજ્યમાં મેઘ ગર્જનાનું પણ પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં બે દિવસ આખા રાજ્યમાં ગાજવીજ થવાની આગાહી છે. આ સાથે પાંચ દિવસ માછીમારો માટે ચેતવણી પણ આપવામાં આવી છે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

હવામાન વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે, આજે ચાર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવી છે. આજે બનાસકાંઠા, સુરત, નર્મદા અને તાપી જિલ્લા માટે રેડ એલર્ટ આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી તથા સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, બોટાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી.

જ્યાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને ડાંગ, રાજકોટ મોરબી કચ્છમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી છે.