khissu

વરસાદ: વાવાઝોડું, હવામાન વિભાગે કરી મોટી આગાહી જાણી લો

સૌરાષ્ટ્ર અને કચ્છમાં મીની વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે.ત્યારે સૌરાષ્ટ્રમાં દરિયો તોફાની થવાને લઈને પણ આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને નવલખી, જામનગર, કંડલા બંદર, ઓખા અને પોરબંદર ના દરિયા કિનારે ભારે પવન ફુંકાવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

કચ્છની અંદર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના દરિયાઈ પટ્ટી પર વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ હળવા વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે. 25 તારીખે રાજ્યના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે તેમ છે. જો કે આગામી 24 કલાક  રાજ્યના અમુક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે પવન ફુંકાવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, પવનની ગતિ 10 થી 15 કિમિ પ્રતિ કલાકની રહી શકે છે. ગુજરાતમાં હાલ વરસાદની કોઇ સંભાવના નથી. એટલું જ નહીં, તાપમાનમાં 2 થી 3 દિવસ કોઈ મોટો ફેરફાર પણ જોવા મળશે નહીં. પરંતુ હા...2 થી 3 દિવસ બાદ રાજ્યના તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થશે. હાલ વાતાવરણમાં ભેજ છે, પરંતુ વરસાદ આવે એટલા પ્રમાણમાં નથી. ગુજરાતમાં વરસાદ આવે એવી હાલ કોઈ સિસ્ટમ ઉદ્દભવી હોય તેમ પણ દેખાઈ રહ્યું ના હોવાનું હવામાન વિભાગ જણાવે છે